સિંઘમ/ ફોન કરો અને દારૂ મેળવો : નારોલમાં આ રીતથી દારૂ વેચનારને પીસીબીએ દબોચ્યા

બને આરોપીઓ તેનું સ્થાન બદલાતા રહેતા અને ફોન કરે તેને દારૂ પહોંચાડતા હતા. ફોન કરીને દારૂ મેળવો એવી સ્કીમ હોય એમ જુદા જુદા વાહનો લઈને જુદા જુદા વિસ્તારમાં ઉભા રહેતા હતા.

Top Stories Gujarat Others
દારૂ

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં દારૂની હેરાફેરી પર PCBએ કાર્યવાહી કરી છે. PCBએ નારોલ વિસ્તારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. નિકોલમાં આરોપી જુદા જુદા વાહનો ઉપર દારૂ વેચી રહ્યા હતા પરંતુ પીસીબીની ટીમે સતત વોચ રાખીને દારૂ વેચનારને પકડી પાડ્યા છે.

મળતી વિગત અનુસાર નારોલ વિસ્તારમાં શ્રીજી બંગલો પાછળના ખુલ્લા મેદાનમાંથી 500 લીટર દારૂનો જથ્થો અને બે આરોપીઓની રંગે હાથે ધરપકડ કરી છે. પીસીબીને છેલ્લા ઘણા સમયથી શંકા હતી અને તેના દ્વારા સતત વોચ રાખવામાં અવાતી હતી. બને આરોપીઓ તેનું સ્થાન બદલાતા રહેતા અને ફોન કરે તેને દારૂ પહોંચાડતા હતા. ફોન કરીને દારૂ મેળવો એવી સ્કીમ હોય એમ જુદા જુદા વાહનો લઈને જુદા જુદા વિસ્તારમાં ઉભા રહેતા હતા. ચોક્કસ સમય અને ચોક્કસ સ્થળે દારૂનું વેચાણ કરવામાં આવતું હતું. ત્યારે પીઆઈ તરલ ભટ્ટની ટીમ દ્વારા છટકું ગોઠવીને આ દારુ વેચનારને દબોચી લેવામાં આવ્યા છે. દરોડા દરમિયાન પોલીસને 500 લીટર દેશી દારૂ પકડ્યો છે અને બે આરોપીઓની ધરપકડ કરી હતી. PCBએ બંને સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હવે દારૂ ક્યાંથી લાવતા અને કેવી રીતે પ્યાસીઓ સુધી પહોચાડતા તેની પુછોપરછ હાથ ધરાશે.

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા નારોલમાં પુષ્કર હાઇટ્સમાં આવેલા ડી બ્લોકના એક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો લાવી ગ્રાહકોને વેચાણ માટે લાવી અને મૂકી રાખવામાં આવ્યો હતો. જેથી PCBની ટીમે મકાનમાં દરોડો પાડતાં પ્રશાંત પુરોહિત (મૂળ. રહે. રાજસ્થાન) મળી આવ્યો હતો. જેની પાસે ઘરમાંથી એક થેલામાંથી અલગ અલગ બ્રાન્ડની 60 અને 90 mlની દારૂની બોટલો મળી આવી હતી. જે બાબતે પુછતાં સી બ્લોકમાં રહેતાં દેવીલાલ પારીક પાસેથી દારૂનો જથ્થો ખરીદી અને છૂટકમાં ગ્રાહકોને વેચતો હતો. પીસીબીએ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

Above ફોન કરો અને દારૂ મેળવો : નારોલમાં આ રીતથી દારૂ વેચનારને પીસીબીએ દબોચ્યા

આ પણ વાંચો : યુક્રેનમાં બંદૂકના ધડાકા વચ્ચે લોકોને કારની પણ ચિંતા! કાર્પેટથી કવર કરી સાચવે છે