Not Set/ “૨૦૧૯ની લોકસભા ચુંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ માટે પ્રચાર કરીશ” : હાર્દિક પટેલ

પશ્ચિમ બંગાળ, ગુજરાતમાં પાટીદાર આંદોલન સમિતિન (PAAS)ના કન્વીનર હાર્દિક પટેલે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કારી હતી. આ મુલાકાત બાદ બંને આગેવાનોએ બીજેપી સામે તમામ વિપક્ષી પાર્ટીઓએ એકજૂથ થવા માટે આગ્રહ કર્યો હતો. હાર્દિક પટેલે કહ્યું, ” CM મમતા બેનર્જીએ મને જણાવ્યું હતું કે કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ તેમજ તમામ પ્રાદેશિક પાર્ટીઓએ એકસાથે ભેગા […]

India
DVmi SZW4AM3l5h "૨૦૧૯ની લોકસભા ચુંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ માટે પ્રચાર કરીશ" : હાર્દિક પટેલ

પશ્ચિમ બંગાળ,

ગુજરાતમાં પાટીદાર આંદોલન સમિતિન (PAAS)ના કન્વીનર હાર્દિક પટેલે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કારી હતી. આ મુલાકાત બાદ બંને આગેવાનોએ બીજેપી સામે તમામ વિપક્ષી પાર્ટીઓએ એકજૂથ થવા માટે આગ્રહ કર્યો હતો. હાર્દિક પટેલે કહ્યું, ” CM મમતા બેનર્જીએ મને જણાવ્યું હતું કે કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ તેમજ તમામ પ્રાદેશિક પાર્ટીઓએ એકસાથે ભેગા થઈને કેન્દ્ર સરકારમાંથી બીજેપીને બહાર કરવી જોઈએ”.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બીજીવાર પ્રધાનમંત્રી બને તો તેના ભયંકર સંજોગોની ચેતવણી આપતા પટેલે કહ્યું હતું કે, “જો ૨૦૧૯માં મોદી સત્તામાં આવશે તો હું રાષ્ટ્રપતિ શાસનની માગણી કરું છું અને તમામ પ્રાદેશિક પક્ષો સાથે હાથમાં જોડાવા વિનંતી કરું છું. મને લાગે છે કે ભાજપ દેશને વિભાજન કરવાનો પ્રયાસ કરી રહ્યું છે “.

બંગાળના CM બેનર્જીને એક શક્તિશાળી મહિલા તરીકે ઉલ્લેખ કરતા હાર્દિક પટેલે કહ્યું, “દેશના પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી બાદ તેઓ દેશના સૌથી શક્તિશાળી મહિલા રાજકારણી છે. તેઓ જયારે પોતાની વાત લોકો સમક્ષ કહે છે ત્યારે તેઓ પોતાની દિલની વાત કરે છે જયારે દેશના બીજા રાજકારણીઓ માત્ર વોટબેંક માટે જ બોલતા હોય છે”.

હાર્દિક પટેલના જણાવ્યા મુજબ, મમતા બેનર્જીએ મને નાના ભાઈ તરીકે ગણાવ્યો છે અને મને આગામી ૨૦૧૯ની લોકસભા ચુંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ માટે પ્રચાર કરવા માટે જણાવ્યું હતું. તેઓએ વધુમાં કહ્યું, ૨૦૧૯ની લોકસભા ચુંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ માટે પ્રચાર કરવા માટે દીદી સાથે અવશ્ય આવીશ. તેઓએ મને નાના ભાઈ તરીકે બોલાવ્યા છે અને હું ચોક્કસપણે મારી બહેનને સાંભળું છું”.

હાર્દિક પટેલે બંગાળના CMને ગુજરાત આવવા માટે આમંત્રણ આપતા કહ્યું, “મેં મમતા બેનર્જીને ગુજરાતની મુલાકાત લેવા માટે તેમજ રાજ્યની મહિલાઓને એકીકૃત કરવા વિનંતી કરી છે. ત્યારે તેઓએ મને ખાતરી આપી છે કે, તે ગુજરાતની મુલાકાત લેશે”.