ગર્વ/ કેનેડાનો નાયગ્રા ધોધ આજે ભારતના તિરંગાથી સુશોભિત થશે

કેનેડાનો નાએગ્રા ધોધ સુશોભિત થશે

World
flag કેનેડાનો નાયગ્રા ધોધ આજે ભારતના તિરંગાથી સુશોભિત થશે

કોરોનાની બીજી લહેર ઘાતક નિવડી રહી છે. વિશ્વભરમાં સૈાથી વધારે કેસ ભારતમાં છે દેશની હાલત અતિ ભયંકર છે. આ મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને દુનિયાના દેશો ભારતની મદદ કરી રહ્યા છે અને તમામ પ્રકારની મદદ આપી રહ્યા છે અને ભારતનો મનોબળ પણ વધારી રહ્યા છે. હાલમાં જ દુબઇની બુર્જ ખલીફામાં ભારતના ધ્વજની રોશની 3 ડીમાં કરવામાં આવી હતી. કેનેડાએ પણ તેના પ્રસિદ્ધ નાએગ્રા ધોધમાં તિરંગાની રોશની કરશે.

કેનેડા સરકારે ભારત પ્રત્યે પોતાની લાગણી વ્યકત કરવા માટે નાએગ્રા ધોધ પર ભારતીય રાષ્ટ્ર ધ્વજના કલરોને ધોધ પર પ્રકાશિત કરશે અને ત્રણ કલરના રંગોથી રોશની કરવામાં આવશે.આજે રાત્રે 9.30 થી 10 કલાકે સમગ્ર ધોધ કેસરી ,સફેદ ,અને લીલા રંગથી શુશોભિત થઇ ઉઠશે. ધોધ પર ભારત દેશના તિંરગાના કલરથી રોશનીથી ઝળહળ કરામાં આવશે.