સિક્રેટ રાખીશું/ એમ.એસ.યુનિવર્સિટીમાં મોબાઈલ લઈને નહિ મળી શકાય વાઈસ ચાન્સલરને

કોઈનું કહેવું હતું કે લોકો વિડીયો બનાવીને વાયરલ કરતા હોય છે અને ખાનગી વાતો જાહેર થઇ જતી હોય છે એટલે આવો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે કેટલાકનું કહેવું હતું કે મોબાઈલ ફોનનાં કારણે કામમાં ખલેલ પહોચતી હોવાથી આવો નિર્ણય કરવામાં આવ્યો છે.

Top Stories Gujarat Others
મોબાઈલ

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં એક નવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. હવે જે કોઈને પણ વીસીને મળવું હશે તેને  વીસીને મળવા જવા પહેલા પોતાનો મોબાઈલ ફોન વીસીની ચેમ્બર બહાર મુકીને જવું પડશે. કોઈ પણ વ્યક્તિ હવેથી વાઈસ ચાલ્સલરની ચેમ્બરમાં પોતાનો મોબાઈલ લઈને જઈ શકાશે નહિ. એમ.એસ.યુનિવર્સિટીમાં આદેશ આપવામાં આવ્યો છે કે વીસી ચેમ્બરમાં જતા પહેલા દરેકે તેનો મોબિલ ફોન ઓફિસને બહાર જમા કરાવવો. આ નિયમ મુલાકાતીઓ માટે તો છે જ સાથે સાથે ફેકલ્ટી માટે પણ લાગુ કર્યાનું જાણવા મળેલ છે.

વધુ વિગત અનુસાર વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં હવેથી જે કોઈને પણ વીસીને મળવું હશે તેને  વીસીને મળવા જવા પહેલા પોતાનો મોબાઈલ ફોન વીસીની ચેમ્બર બહાર મુકીને જવું પડશે. કારણકે વીસી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે જે લોકોને તેમને મળવું હશે તેમને પહેલા તેમનો ફોન ચેમ્બર બહાર મૂકીને આવવાનું રહેશે. યુનિવર્સિટીનાં આંતરિક સૂત્રોમાં એક ગણગણાટ એવો સાંભળવા મળેલો છે કે, આજકાલ લોકો રેકોર્ડીંગ વધુ કરતા થયા છે. લોકો કોઈ વાતને ખોટી રીતે રજૂ કરે છે. કોઇપણ વિડીયો બનાવીને વાયરલ કરતા હોય છે અને ખાનગી વાતો જાહેર થઇ જતી હોય છે એટલે આવો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે કેટલાકનું કહેવું હતું કે મોબાઈલ ફોનનાં કારણે કામમાં ખલેલ પહોચતી હોવાથી આવો નિર્ણય કરવામાં આવ્યો છે.

123

આ પણ વાંચો : અરવલ્લીમાં ત્રિપલ અકસ્માત : મુસાફરો અકસ્માત અને આગમાં ભડથું