ટીમ ઈન્ડિયાએ ચેન્નઈ ટેસ્ટ મેચ 317 રને જીતી લીધી છે અને હવે ચાર મેચની શ્રેણી 1-1થી બરાબર પણ થઇ ગઇ છે. પ્રથમ ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડે જીતી હતી, હવે ભારતે બીજી ટેસ્ટ મેચ પોતાના નામે કરી છે. શ્રેણીની આગામી મેચ અમદાવાદમાં રમાવાની છે, જે ડે નાઈટ છે. જેના માટે ઇંગ્લેન્ડની ટીમે કેટલાક ખેલાડીઓને આરામ આપ્યો છે. આ સાથે જ કેટલાક અહેવાલો સામે આવ્યા છે કે, ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલી પણ આ ટેસ્ટ મેચમાંથી બહાર થઈ શકે છે.
આપને જણાવી દઈએ કે, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચનાં ત્રીજા દિવસે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી એમ્પાયર નીતિન મેનન સાથે જોરદાર દલીલ કરતા જોવા મળ્યા હતા. આ ત્યારે બન્યું જ્યારે જો રૂટનાં કેચ આઉટનાં નિર્ણય પર DRS લીધા બાદ તેમણે નોટ આઉટ જાહેર કરવામાં આવ્યા હતા. એવુ જ કઇંક વિરાટ કોહલી સાથે પણ થયું અને વિરાટ કોહલીને થર્ડ એમ્પાયરે આઉટ જાહેર કર્યો હતો. જો રૂટને નોટઆઉટ આપ્યા બાદ વિરાટ કોહલી અને એમ્પાયર નીતિન મેનનનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. બંને વચ્ચે ઘણા સમય સુધી ચર્ચાઓ ચાલી અને હવે વિરાટ કોહલીને આ વર્તનનો ભોગ બનવું પડી શકે છે.
એમ્પાયરનાં નિર્ણય અંગે નારાજગી વ્યક્ત કરવી અથવા તેના પર દલીલ કરવી તે આઈસીસી આચાર સંહિતા 2.8 હેઠળ આવે છે, જેના માટે ખેલાડી પર એક અથવા 2 લેવલનો દંડ લાગી શકે છે, આ સાથે ખેલાડીનાં ખાતામાં એક થી ચાર ડિમેરિટ અંક જોડાઇ શકે છે. આપને જણાવી દઈએ કે, જો કોઈ ખેલાડી 24 મહિનાની અંદર ચાર ડિમેરિટ પોઇન્ટ મેળવે છે, તો તે ખેલાડીને એક ટેસ્ટ, બે વનડે અથવા બે ટી-20 મેચોનાં સસ્પેન્શનનો સામનો કરવો પડી શકે છે. ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીનાં ખાતામાં પહેલાથી જ બે ડિમેરિટ પોઇન્ટ છે, અને આવી સ્થિતિમાં જો એમ્પાયર નિતિન મેનન સાથે ચર્ચામાં બે અંક વધારે મળે છે તો તેને ત્રણ ટેસ્ટ મેચથી બહાર થવુ પડી શકે છે. જો કે, અત્યાર સુધી આઇસીસીએ વિરાટ કોહલી અંગે કોઈ નિર્ણય લીધો નથી.
Cricket / ઈંગ્લેન્ડે ત્રીજી ટેસ્ટ મેચ માટે જાહેર કરી ટીમ, આ ખેલાડી ઘરે પરત ફરશે
Cricket / ટીમ ઈન્ડિયાની જીત બાદ કેવિન પીટરસને કર્યુ હિન્દીમાં ટ્વીટ, જાણો શું લખ્યું
Cricket / ઈગ્લેન્ડને હરાવ્યા બાદ હવે WTC ફાઇનલમાં પહોંચવા માટે ટીમ ઈન્ડિયાને જરૂર છે માત્ર 1 જીત
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
