પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરીન્દરસિંઘે કોંગ્રેસને લટકતી સલામ ભલે હજી કરી નથી પરંતુ દિપાવલી પર્વ પહેલા નવો પક્ષ રચવાની જાહેરાત કરી દીધી છે. આમ હાલના તબક્કે કેપ્ટન પોતાની નવી ઈનીંગઝ પોતાની રીતે શરૂ કરવા જઈ રહ્યા છે. ૭૭ વર્ષની ઉંમરે નવી પાર્ટી લોંચ કરવાની તેમની જાહેરાત કોંગ્રેસ માટે અકળાવનારી પૂરવાર થશે. એકબાજુ જેમની માગણી અને દોરી સંચારથી કેપ્ટનને મુખ્ય મંત્રી પદેથી દૂર કરાયા તે નવજાેત સિધ્ધુએ પોતાનો જ કક્ ઘુટવો ચાલુ રાખ્યો છે. સિધુ નવા મુખ્યમંત્રી ચરણજીત ચેની સામે પ્રહારો કરવાનો અને કેટલીક વાતો મંજૂર કરાવવા માટે મથી રહ્યા છે મુખ્યમંત્રીએ દરેક નિર્ણયો મને પૂછીને જ લેવા જાેઈએ તેવા આગ્રહ સાથે મોવડી મંડળ પર દબાણ લાવવા પોતાના એક પછી એક હથિયાર ઉગામી રહ્યા છે.

કેપ્ટન અમરીન્દરસિંઘે મંગળવારે સાંજે નવો પક્ષ રચવાની જાહેરાત કરી, સમય જાહેર કર્યો નથી. આની પાછળ તેની ગણતરી એવી છે કે કોંગ્રેસમાંથી તેમની સાથે કોણ આવે છે તે તેઓ જાેવા માગે છે. જાે કે એક વાત નક્કી છે કે કેપ્ટનને મુખ્યમંત્રી પદ છોડ્યા બાદ કોંગ્રેસના મોવડીઓએ સતત તેમનું અપમાન જ કર્યું છે. તેમની વાત સાંભળી નથી. યોગ્ય સમયે મુલાકાત આપી નથી. આવી વાત થઈ ત્યારે જ એક વાત નક્કી થઈ ગઈ હતી કે કેપ્ટન નવી ઈનીંગ્સ ખેલવાની તૈયારીમાં છે તેમણે બીજી એક એવી જાહેરાત કરી છે કે કેન્દ્ર સરકાર જાે કૃષિ કાયદા રદ કરવાની કે તેનો અમલ કાયમી ધોરણે મોકુફ રાખવાની દિશામાં આગળ વધશે તો પોતે ભાજપ સાથે ગઠબંધન કરશે. જાે કે મુખ્યમંત્રી પદ છોડ્યા બાદ તેઓ ગૃહમંત્રી અમિત શાહને મળી ચૂક્યા છે. તેમની સાથે ચર્ચાઓ પણ કરી છે. પોતાની દરખાસ્ત પણ મૂકી છે. પરંતુ વડાપ્રધાન મોદી સાથે વાત કરી શક્યા નથી. જાે કે રાજકીય સૂત્રો કહે છે તે પ્રમાણે કૃષિ કાયદા રદ કરવાની માગમી કોંગ્રેસમાં રહીને અમરીન્દર કરે છે તેથી તે રદ કરવાના મત સાથે વડાપ્રધાન સંમત નથી. આ સંજાેગો વચ્ચે કેપ્ટનને તાત્કાલીક અસરથી ભાજપ તરફથી કોઈ પ્રતિભાવ મળે તેવું લાગતું નથી પરંતુ રાજકીય વર્તુળો માને છે તે પ્રમાણે તેમણે ભાજપ સાથે ગઠબંધન કરવાની શરતી વાત પણ ઉતાળવથી કરી છે તે વાત સાચી પણ તેની પાછળનો તેમનો હેતુ કોંગ્રેસ અકાલીદળ અને આમ આદમી પાર્ટીમાં ગભરાટ ફેલાવવાનો છે. ખાસ કરીને અકાલી દળ કે આપ તેમની સાથે ગઠબંધન કરવા માટે આગળ આવે છે કે નહિ તે છે.

જાે કે આ બાબતનું સત્ય તો આગામી દિવસોમાં જ બહાર આવી જશે તે નક્કી છે. જાે કેપ્ટન ભાજપ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડવામાં સફળ થાય તો પંજાબમાં ભાજપની સ્થિતિ ઘણી સુધરવાની છે. અત્યાર સુધી ભાજપે અકાલી દળના ખભે બંદૂક ફોડી છે હવે અમરીન્દરના ખભે બંદૂક મુકી ફોડીને અનેરો આનંદ મેળવી શકે છે. આ એક અસરકારક બાબત કહી શકાય તેમ છે. જાે કે આમા કેપ્ટનનું તો જે થવાનું હોય તે થાય પણ ભાજપને પોતાના શૂન્યમાંથી સર્જન કરવાની તક મલી જશે તે પણ નિશ્ચિત છે. તેમાંય યુપીમાં હાલ જે સ્થિતિ છે તે સુધારવા માટે કૃષિ કાયદો પાછો ખેચવાની જાહેરાત કરે તે પણ ભાજપની યુપીમાં સ્થિતિ સૂધારી શકે છે અને પંજાબમાં વધુ ફાયદો મળી શકે છે.

જાે કે કૃષિ કાયદા પાછા ખેંચવાની જાહેરાત થાય તો પણ કોંગ્રેસ અકાલી દળ અને આમ આદમી પાર્ટી એ ત્રણેયના હાથમાંથી એક મહત્વનો મુદ્દો છીનવાઈ શકે છે. જાે કે આ જાે અને તો જેવી વાત છે. કેપ્ટન એકલા હાથે ચૂંટણી લડવાની પહેલ કરે તો તેમની તાકાત મપાઈ જાય તેમ છે. બ્લ્યુસ્ટાર ઓપરેશન વખતે તેઓ પહેલા અકાલી દળમાં અને ત્યારબાદ અલગ પક્ષ બનાવી ચૂંટણી લડ્યા હતા પરંતુ અંતે શ્રીમતી સોનિયા ગાંધીની સમજાવટથી તેઓ કોંગ્રેસમાં પાછા ફર્યા હતા તેઓ પક્ષમાં મહત્વના હોદ્દા અને સંસદ સભ્યપદ પણ ભોગવી ચૂક્યા છે. પંજાબમાં ૨૦૧૭ની ચૂંટણીમાં કોંગ્રેસને જ્યારે ભારે બહુમતી મળી ત્યારે રાહુલ ગાંધી તો નવજાેતસિંહ સિધુને જ પંજાબના મુખ્યમંત્રી બનાવવા માગતા હતા પરંતુ શ્રીમતી સોનિયા ગાંધીએ અમરીન્દરને મુખ્યમંત્રી બનાવવાનો આગ્રહ રાખતા કેપ્ટન મુખ્યમંત્રી બની શક્યા હતા અને ધારાસભ્યોની રજૂઆત બાદ કેપ્ટનને આ પદ છોડવા માટે સોરી કહીને શ્રીમતી સોનિયા ગાંધી એ જ આદેશ આપ્યો હતો.

આ સંજાેગો વચ્ચે હવે પંજાબમાં કેપ્ટન અને ભાજપ બન્ને એકલા હાથે લડે તો પંચકોણીય જંગ થઈ શકે છે. અત્યારે પંજાબમાં કોંગ્રેસની સરકાર છે અને આમ આદમી પાર્ટી મુખ્ય વિપક્ષ તરીકે છે. અકાલી દળ બસપાને જાેડાણ છે અને કોંગ્રેસ તો મેદાનમાં છે જ. હરિયાણાના એક શીખ આગેવાનને નવો પક્ષ બનાવી મેદાનમાં ઉતરવાનું નક્કી કર્યું છે. પરંતુ તે ફાવી જ જશે તેવી કોઈ ખાતરી નથી.

જાે કે ઓપીનીયન પોલ પ્રમાણે પંજાબમાં ત્રિશંકુ વિધાનસભા અને આમ આદમી પાર્ટી સિંગલ લાર્જેસ્ટ પાર્ટી (સૌથી મોટો પક્ષ) બનશે તેવા તારણ છે. જાે કે ૨૦૧૭ની ચૂંટણી પહેલા પણ આમ આદમી પાર્ટીની સરકાર રચાશે તેવા તારણો આવ્યા હતાં પરંતુ કોંગ્રેસે ભારે બહુમતી સાથે સત્તાના સૂત્રો સંભાળ્યા હતા. જાે કે અમરીન્દર પોતાનો પક્ષ રચી ભાજપ સાતે ગઠબંધન કરે અને કૃષિ કાયદાઓ રદ થાય તો પણ આ ગઠબંધનની સત્તા આવશે જ તેવી કોઈ ખાતરી નથી. ખેડૂત આંદોલન પંજાબના ખેડૂતો લડ્યા છે અને તેની આગેવાની કોંગ્રેસી આગેવાનોના હાથમાં હતી છે. આપ અને કૃષિ કાયદાના મુદ્દા પર કેન્દ્ર સરકાર અને અકાલી દળ માત્ર ચાલતી ગાડીએ જ ચડી ગયા છે. તે સિવાય બીજું કશઉં નથી. એટલે પંજાબની પ્રજા ભાજપ અમરીન્દરના જાેડાણ પર વરસી પડે તે વાત વધુ પડતી છે. આ આંદોલનમાં સહન પંજાબના ખેડૂતોએ કર્યું છે અને કેન્દ્રના કારણે ભાજપના કારણે આ પ્રકારની સ્થિતિનું સર્જન થયું છે. તે વાત હકિકત છે અને આ માટે પંજાબના ખેડૂતો ભાજપને માફ કરે તેવી કોઈ શક્યતા નથી. આ સંજાેગો વચ્ચે પંજાબમાં છેક સુધી જાે અને તોની સ્થિતિ રહેશે તેવું લાગે છે.
