Surat News: સુરતમાંથી પસાર થતાં નેશનલ હાઇવે (National Highway) પર થયેલા ત્રિપલ અકસ્માતમાં છથી સાત જણને ઇજા થઈ હતી, પરંતુ સદનસીબે કોઈને જીવ ગયો ન હતો. સુરતમાં નેશનલ હાઇવે-48 પર સર્જાયેલા અકસ્માતમાં એક કાર બે ટ્રકની વચ્ચે બરોબર ફસાઈ ગઈ હતી.
બે ટ્રક વચ્ચે ફસાયેલી કારને જુઓ તો એમ જ લાગે કે તેમા કોઈ બચ્યું નહી હોય, પરંતુ સદનસીબે આવું કશું થયું ન હતું. કારમાં બેઠેલા સાતેય જણનો આબાદ બચાવ થયો હતો. માંગરોળ તાલુકાના પીપોદરા ગામ પાસે હાઈવે પર થયેલા અકસ્માતમાં ટ્રક ચાલકે કારને ટક્કર મારતા કાર આગળની ટ્રકમાં ઘૂસી ગઈ હતી.
કાર બે ટ્રક વચ્ચે ફસાઈ જતાં લાગ્યું હતું કે કારમાં બેઠેલાઓનું આવી જ બન્યું, કારમાં સવાર સાત લોકોએ જીવતેજીવ જાણે મોત ભાળ્યું હતું. સાત જણ પૈકી છ જણને તો કારમાંથી બહાર કાઢી લેવાયા હતા, પરંતુ એક યુવાન તેમા બરોબર ફસાયેલો હતો. તેને છેવટે કારના પતરા કાપીને તેને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યો હતો. બધા ઇજાગ્રસ્તોને કામરેજના ખોલવડ ગામ ખાતે આવેલી દીનબંધુ હોસ્પિટલમાં લઈ જવાયા હતા અને ત્યાં તેમની સારવાર હાથ ધરાઈ છે.
પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત ગોઝારો હતો, ટ્રકની ટક્કરથી કાર આગળની ટ્રકમાં ઘૂસી ગઈ હતી. પણ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ટક્કર મારનારા ટ્રકચાલકની ધરપકડ કરવામાં આવી છે. અકસ્માતના પગલે હાઇવે પર લાંબો ટ્રાફિક જામ થયો હતો. જો કે પછી તંત્રએ અકસ્માતમાં નુકસાન પામેલા વાહનો ખસેડીને હાઇવે ક્લીયર કરાવ્યો હતો.
આ પણ વાંચો:સુરતમાં આજે અકસ્માતોની બે મોટી દુર્ઘટનાઓ સર્જાઈ, 5 યુવકના કમકમાટીભર્યા મોત
આ પણ વાંચો:ડમ્પર અને ખાનગી બસ વચ્ચે થયો અકસ્માત,એક મુસાફરનું મોત નીપજયું અન્ય ઘાયલ
આ પણ વાંચો:સુરતમાં ફરી એકવાર પૂરપાટ ઝડપે આવતી રિક્ષાવાળાનો અકસ્માત, CCTV વાયરલ
