Not Set/ ભાજપનાં સાંસદ સુબ્રમણ્યમ સ્વામી પર નોંધાયો કેસ, જાણો શું છે કારણ

ભારતીય જનતા પાર્ટીનાં વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામી વિરુદ્ધ કેસ દાખલ કરી દેવામાં આવ્યો છે. છત્તીસગઢનાં પત્થલગામમાં સુબ્રમણ્યમ સ્વામી વિરુદ્ધ કલમ 504, 505(2) તથા 511 મુજબ આ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમના પર રાહુલ ગાંધીની વિરુદ્ધ ખોટા નિવેદન આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જશપુર કોંગ્રેસનાં જિલ્લાધ્યક્ષ પવન અગ્રવાલે સુબ્રમણ્યમ સ્વામીની વિરુદ્ધ આ […]

Top Stories India
Subramanian swamy ભાજપનાં સાંસદ સુબ્રમણ્યમ સ્વામી પર નોંધાયો કેસ, જાણો શું છે કારણ

ભારતીય જનતા પાર્ટીનાં વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામી વિરુદ્ધ કેસ દાખલ કરી દેવામાં આવ્યો છે. છત્તીસગઢનાં પત્થલગામમાં સુબ્રમણ્યમ સ્વામી વિરુદ્ધ કલમ 504, 505(2) તથા 511 મુજબ આ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમના પર રાહુલ ગાંધીની વિરુદ્ધ ખોટા નિવેદન આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

જશપુર કોંગ્રેસનાં જિલ્લાધ્યક્ષ પવન અગ્રવાલે સુબ્રમણ્યમ સ્વામીની વિરુદ્ધ આ ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદ દાખલ કરાવવા માટે કોંગ્રેસ નેતા મોડી રાત્રી સુધી પત્થલગામની સિવિલ લાઈંસ થાને પહોચ્યા હતા. કોંગ્રેસી નેતાએ આરોપ લગાવ્યો કે, રાહુલ ગાંધીને લઇને સુબ્રમણ્યમ સ્વામી ખોટા નિવેદનો કરી રહ્યા છે. તે રાહુલ ગાંધી પર ખોટા આરોપ લગાવી રહ્યા છે. તેમની છબીને બગાડવાનો તેમના દ્વારા પૂરો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ભાજપનાં કદ્દાવર નેતા સુબ્રમણ્યમ સ્વામી પોતાના વિવાદાસ્પદ નિવેદનનાં કારણે હંમેશા ચર્ચામાં બની રહે છે. તે સતત ગાંધી પરિવાર અને કોંગ્રેસ પર શાંબ્દિક હુમલો કરતા આવ્યા છે. આપને જણાવી દઇએ કે, સુબ્રમણ્યમ સ્વામીએ જ નેશનલ હેરાલ્ડ મામલામાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને કોર્ટમાં ઘસીટ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.