salman khan/ ઇન્દોરમાં આ કોમેડિયન સામે નોંધાઈ FIR, જાણો શું છે આ મામલો

કોમેડિયન કુણાલ કામરા વિરુદ્ધ મધ્યપ્રદેશના ઈન્દોરમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Trending Entertainment
YouTube Thumbnail 2024 04 08T193919.146 ઇન્દોરમાં આ કોમેડિયન સામે નોંધાઈ FIR, જાણો શું છે આ મામલો

કોમેડિયન કુણાલ કામરા વિરુદ્ધ મધ્યપ્રદેશના ઈન્દોરમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મુંબઈના સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ફૈઝાન અંસારીએ અભિનેતા સલમાન ખાનની મજાક ઉડાવવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફૈઝાન અંસારીએ પોલીસ કમિશનરને કામરા સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. ફૈઝાન અંસારીએ એમ પણ કહ્યું છે કે જો કુણાલ કામરા માફી નહીં માગે તો તે તેની સામે 50 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કરશે.

ઈન્દોર કમિશનરની ઓફિસમાં ફરિયાદ અરજી દાખલ કર્યા બાદ ફૈઝાન અંસારીએ કહ્યું કે કુણાલ કામરાએ સલમાન ખાન વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી અને ઈન્દોરમાં તેની મજાક ઉડાવી હતી. તેથી જ તેઓ પોતાની ફરિયાદ નોંધાવવા ખાસ કરીને મુંબઈથી ઈન્દોર નોંધાવી છે.

કુણાલ કામરા વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, ‘સલમાન ખાન ઈન્દોરનો રહેવાસી છે. હાલમાં જ કોમેડિયન કુણાલ કામરાએ એક લાઈવ શોમાં તેની મજાક ઉડાવી હતી. આ દ્વારા તેમની છબીને ખરડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જે કાયદા હેઠળ સજાપાત્ર ગુનો છે. તેથી તેમની સામે 50 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કરવામાં આવશે. સલમાન ખાન આ શહેરનો છે, તેથી લોકોને ખબર હોવી જોઈએ કે તેની ઈમેજ ખરાબ કરવા બદલ કેવા પ્રકારની સજા આપવામાં આવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:લગ્ન પહેલા ‘શિવ શક્તિ’ ફેમ અભિનેત્રીની સગાઈ તૂટી? ડિલિટ કર્યા ફોટા

આ પણ વાંચો:1993ના ફેમ અભિનેતાનું 27 વર્ષની વયે અવસાન, ઘરેલુ હિંસાનો આરોપ હતો, હવે જંગલમાંથી લાશ મળી

આ પણ વાંચો:‘ક્યૂંકી સાસ…’ની મૌની રોય પહેલા આવી દેખાતી હતી, ફોટો જોઈ ચકચકિત થઈ જશો!