Surat News : સુરતમાં ઈન્ડિયન બેન્કના મેનેજરના આપઘાતના કેસમાં અંતે પોલીસે પરિણીત પ્રેમિકા વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે. જેમાં સુરતની અડાજણ પોલીસેપ્રેમિકા સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વિગત મુજબ ઈન્ડિયન બેન્કના મેનેજરે જાન્યુઆરી 2025માં આત્મહત્યા કરી લીધી હતી.
પ્રાથમિક તપાસમાં પરિણીત પ્રેમિકા પૂજાએ મેનેજરને પોતાની પ્રેમજાળમાં ફસાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. જેને પગલે પુજા કાપડીયા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. મૃતક અમન ભાર્ગવ વેસુ સ્થિત ઈન્ડિયન બેન્કમાં મેનેજર હતો. અમન ભાર્ગવે આત્મહત્યા કરતા પહેલા સુસાઈડ નોટ લખી હતી.
આ સુસાઈડ નોટ પ્રેમિકા પુજા કાપડીયાના પર્સમાંથી મળી આવી હતી. અંતે બે મહિનાની તપાસ બાદ અડાજણ પોલીસે વિધિવત ફરિયાદ દાખલ કરી હતી. પોલીસ હવે આ કેસની ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે.
આ પણ વાંચો:ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધ્યું, દિવસે શેકાઈ જવાય તેવું તાપમાન
આ પણ વાંચો:ગરમીનો પ્રકોપ શરૂ, મોડી રાત્રે ઠંડીનો અનુભવ કરતા લોકો
આ પણ વાંચો:ગુજરાતમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધવાની
