Covid-19/ સાવધાન!! હજુ કોરોના ગયો નથી, સમગ્ર વિશ્વમાં નવા 3.59 લાખ નવા કેસ નોંધાયા

દુનિયાભરમાં આજે પણ કોરોનાનો કહેર યથાવત છે. જો કે હવે કોરોનાની વેક્સીન આવ્યા બાદ અને સાવચેતીભર્યા પગલા લેવાના કારણે દુનિયામાં ઘણા દેશો આ વાયરસ ઘણી હદ સુધી કાબુ મેળવવામાં સફળ રહ્યા છે.

World
Mantavya 29 સાવધાન!! હજુ કોરોના ગયો નથી, સમગ્ર વિશ્વમાં નવા 3.59 લાખ નવા કેસ નોંધાયા
  • વિશ્વમાં કોરોનાનાં નવા 3.59 લાખ કેસ
  • USમાં કોરોનાનાં નવા 53 હજાર કેસ
  • USમાં કોરોનાથી 24 કલાકમાં 1440 લોકોનાં મોત
  • બ્રાઝિલમાં કોરોનાનાં નવા 38 હજાર કેસ
  • વિશ્વમાં હાલ 2.16 કરોડ કોરોના એક્ટિવ કેસ

દુનિયાભરમાં આજે પણ કોરોનાનો કહેર યથાવત છે. જો કે હવે કોરોનાની વેક્સીન આવ્યા બાદ અને સાવચેતીભર્યા પગલા લેવાના કારણે દુનિયામાં ઘણા દેશો આ વાયરસ ઘણી હદ સુધી કાબુ મેળવવામાં સફળ રહ્યા છે. દરેક પ્રકારની સાવધાની રાખવા છતા આજે સમગ્ર વિશ્વમાં કોરોનાનાં નવા 3.59 લાખ કેસ નોંધાયા છે.

Vaccination: સુરત શહેરમાં એક જ દિવસમાં રેકોર્ડ રસીનો ડોઝ અપાયો

આપને જણાવી દઇએ કે, કોરોનાથી સૌથી ખરાબ હાલ અમેરિકા ભોગવી રહ્યુ છે. અહી રોજ સૌથી વધુ કોરોનાનાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે અમેરિકામાં કોરોનાનાં નવા કેસ 53 હજાર સામે આવ્યા છે. જ્યારે આ વાયરસથી 24 કલાકમાં 1,440 લોકોનાં મોત થઇ ચુક્યા છે. દુનિયાનો સૌથી તાકતવર દેશ કહેવાતો અમેરિકા આજે એક વાયરસ સામે નતમસ્તક છે. ત્યાર બાદ જો બ્રાઝિલની વાત કરીએ તો અહી કોરોનાનાં નવા 38 હજાર કેસ સામે આવ્યા છે. જ્યારે સમગ્ર વિશ્વમાં હાલ 2.16 કરોડ કોરોનાનાં એક્ટિવ કેસ છે.

Covid-19 / વિશ્વના માત્ર 10 ટકા લોકોમાં કોરોના એન્ટિબોડીઝ હાજર: ડબ્લ્યુએચઓ

વળી બીજી તરફ જો ભારતની વાત કરીએ તો અહી પણ રોજ કોરોનાનાં કેસ થોડા દિવસોથી સતત વધી રહ્યા છે. દેશમાં ફરી એકવાર કોરોના વાયરસનાં કેસોમાં વાયુવેગે વધારો થવા લાગ્યો છે. ત્યારે 1 માર્ચનાં રોજ દેશમાં કોરોના વાયરસના 15 હજાર 510 નવા કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે માહિતી આપી છે કે દેશમાં અત્યાર સુધીમાં એક કરોડ 43 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ