Not Set/ CBSE 10th-12th બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર, જુલાઈ મહિનાની આ તારીખે લેવાશે Exam

કોરોનાને કારણે મુલતવી રાખવામાં આવેલી સીબીએસઇ બોર્ડની 12 માં ધોરણની પરીક્ષાની તારીખ શીટ જાહેર કરી દેવામાં આવી છે. ધોરણ 12 ની પરીક્ષાઓ 1 જુલાઇથી 15 જુલાઇની વચ્ચે થશે. આ સાથે સીબીએસઇ ધોરણ 10 ની પરીક્ષા 1 જુલાઇથી 15 જુલાઇ દરમિયાન નોર્થ-ઇસ્ટ દિલ્હીમાં લેવામાં આવશે. માનવ સંસાધન વિકાસ પ્રધાન રમેશ પોખરીયલ નિશંકે તારીખ શીટ શેર કરી […]

India
f536b2fa1f2a268d9619299d6a13044b 1 CBSE 10th-12th બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર, જુલાઈ મહિનાની આ તારીખે લેવાશે Exam

કોરોનાને કારણે મુલતવી રાખવામાં આવેલી સીબીએસઇ બોર્ડની 12 માં ધોરણની પરીક્ષાની તારીખ શીટ જાહેર કરી દેવામાં આવી છે. ધોરણ 12 ની પરીક્ષાઓ 1 જુલાઇથી 15 જુલાઇની વચ્ચે થશે. આ સાથે સીબીએસઇ ધોરણ 10 ની પરીક્ષા 1 જુલાઇથી 15 જુલાઇ દરમિયાન નોર્થ-ઇસ્ટ દિલ્હીમાં લેવામાં આવશે. માનવ સંસાધન વિકાસ પ્રધાન રમેશ પોખરીયલ નિશંકે તારીખ શીટ શેર કરી છે.

આપને જણાવી દઇએ કે, લોકડાઉનને કારણે સીબીએસઇ બોર્ડે માર્ચ માસમાં જ જાહેર થયેલી પરીક્ષાઓ રોકી દીધી હતી. આ પછી, સીબીએસઈનાં સેક્રેટરી અનુરાગ ત્રિપાઠીએ બીજા લોકડાઉન દરમિયાન જાહેરાત કરી હતી કે ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓ લેવામાં નહીં આવે. પરંતુ ધોરણ 12 બોર્ડની બાકી રહેલી પરીક્ષાઓમાંથી 29 મુખ્ય વિષયોની પરીક્ષાઓ લેવામાં આવશે. આ મુખ્ય વિષયો એવા વિષયો છે કે જેના દ્વારા યુનિવર્સિટીમાં અંડરગ્રેજ્યુએટ કક્ષાએ પ્રવેશની ખાતરી કરવામાં આવે છે. ઘણી યુનિવર્સિટીઓ ગુણવત્તાનાં આધારે પ્રવેશ લે છે જ્યાં આ વિષયોની સંખ્યા ફરજિયાત છે.