Not Set/ કેન્દ્ર/ ટોલટેક્સ કાઉન્ટર બંધ, તેના સ્થાને શરૂ થશે ફાસ્ટેગ કાઉન્ટર

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ ટોલ ટેક્સ પર કેશ કાઉન્ટર બંધ કરવા જઇ રહી છે. જેના સ્થાને ફાસ્ટેગ કાઉન્ટર શરૂ કરાશે. જ્યાં વાહનચાલકે ટોલ રોડનો ઉપયોગ કર્યો હશે ત્યારે સીધો જ તેના ફાસ્ટેગ એકાઉન્ટમાંથી ટોલ કપાઇ જશે. હાલ રાજ્યમાં માત્ર 25 ટકા વાહનોએ જ ફાસ્ટેગ એકાઉન્ટ શરૂ કર્યું છે. જ્યારે 75 ટકા લોકોએ 1 ડિસેમ્બર […]

Top Stories India
fastag counter કેન્દ્ર/ ટોલટેક્સ કાઉન્ટર બંધ, તેના સ્થાને શરૂ થશે ફાસ્ટેગ કાઉન્ટર

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ ટોલ ટેક્સ પર કેશ કાઉન્ટર બંધ કરવા જઇ રહી છે. જેના સ્થાને ફાસ્ટેગ કાઉન્ટર શરૂ કરાશે. જ્યાં વાહનચાલકે ટોલ રોડનો ઉપયોગ કર્યો હશે ત્યારે સીધો જ તેના ફાસ્ટેગ એકાઉન્ટમાંથી ટોલ કપાઇ જશે. હાલ રાજ્યમાં માત્ર 25 ટકા વાહનોએ જ ફાસ્ટેગ એકાઉન્ટ શરૂ કર્યું છે.

જ્યારે 75 ટકા લોકોએ 1 ડિસેમ્બર પહેલા ફાસ્ટેગ એકાઉન્ટ ઓપન કરી દેવું પડશે. સરકારનો અમદાવાદના 1.70 લાખ સહિત રાજ્યમાં નોંધાયેલા 45 લાખમાંથી 30 લાખ ટ્રાન્સપોર્ટ અને નોન ટ્રાન્સપોર્ટ વાહનો 30મી નવે.સુધીમાં ફાસ્ટેગથી કનેક્ટ કરવાનો ટાર્ગેટ છે. ત્યારે અત્યાર સુધીમાં માત્ર 25 ટકા વાહનોમાં જ ફાસ્ટેગ સિસ્ટમનો અમલ થયો છે.

ફાસ્ટેગનો ઉપયોગ કરનાર ચાલકને ટોલ ટેક્સમાં ડબલ મુસાફરી માટે મળતા ડિસ્કાઉન્ટ ઉપરાંત ઓનલાઇન ટ્રાન્ઝેક્શન માટે વધારાનું અઢી ટકા ડિસ્કાઉન્ટ અપાય છે. આ ડિસ્કાઉન્ટ તેના ફાસ્ટેગ એકાઉન્ટમાં જમા થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.