Jammu Kashmir/ વહીવટી સેવાના જમ્મુ-કાશ્મીર કેડર નાબૂદ કરતી કેન્દ્ર સરકાર, AGMUTમાં વિલય

કેન્દ્ર સરકારે વહીવટી સેવાના જમ્મુ-કાશ્મીરના કેડરને નાબૂદ કર્યા છે. સરકારે જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ 2019 માં સુધારા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ સાથે જમ્મુ-કાશ્મીરના આઇએએસ,

Top Stories India
1

કેન્દ્ર સરકારે વહીવટી સેવાના જમ્મુ-કાશ્મીરના કેડરને નાબૂદ કર્યા છે. સરકારે જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ 2019 માં સુધારા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ સાથે જમ્મુ-કાશ્મીરના આઇએએસ, આઈપીએસ અને આઈએફએસ અધિકારીઓ હવે એજીએમયુટી કેડર (અરુણાચલ પ્રદેશ, ગોવા, મિઝોરમ અને કેન્દ્ર શાસિત કેડર) નો ભાગ બનશે.

USA / જો ટ્રમ્પને હટાવવામાં નહી આવે તો કોંગ્રેસ મહાભિયોગ લાવશે : ડ…

જમ્મુ કાશ્મીરમાં હવે અન્ય રાજ્યોના અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે

અગાઉ, અન્ય રાજ્યોમાં જમ્મુ-કાશ્મીર કેડરના અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી નહોતી. પરંતુ હવે નવા આદેશ બાદ અહીંના અધિકારીઓની નિમણૂક બીજા રાજ્યમાં કરવામાં આવશે. રાજધાની દિલ્હી પણ એજીએમયુટી કેડર હેઠળ આવે છે. આગામી સમયમાં જમ્મુ-કાશ્મીરમાં દિલ્હીના અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવશે. તે જ સમયે, જમ્મુ-કાશ્મીર કેડરના અધિકારીઓની નિમણૂક દિલ્હી, અરુણાચલ પ્રદેશ, ગોવા અને મિઝોરમમાં કરવામાં આવશે.

Knowledge / બર્ડફલું અત્યાર સુધીમાં દુનિયામાં ચાર વખત ફેલાઇ, જાણો આ રસપ્…

એજીએમયુટી કેડરમાં સમાવિષ્ટ અધિકારીઓ

કલમ 370 ના હટાવ્યા પછી જમ્મુ-કાશ્મીરને બે ભાગમાં વહેંચવામાં આવ્યો હતો. જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો જ્યારે લદ્દાખને બીજો કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો. ત્યારબાદ, જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ 2019 મુજબ આઈએએસ, આઈપીએસ અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની અન્ય કેન્દ્રીય સેવાઓના અધિકારીઓને એજીએમયુટી કેડરમાં સમાવવામાં આવ્યા હતા.

Vaccine / રસી માટે અફવાઓનું બઝાર ગમે તેટલું હોટ બને, પરંતુ તેમાં વિશ્વ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…