Not Set/ હરિયાણાના ચાંદપુર ગામે કોરોના વેક્સિનો બહિષ્કાર કર્યો

કોરોના વેક્સિનનો બહિષ્કાર કરતુ હરિયાણા ગામ

India
hariyana હરિયાણાના ચાંદપુર ગામે કોરોના વેક્સિનો બહિષ્કાર કર્યો

દેશમાં કોરોનાની હાલત ખુબ ગંભીર છે. કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે ત્યારે વેક્સિન જ એક માત્ર વિકલ્પ છે આવા સમયે હરિયાણાના ચાંદપુર ગામે વેક્સિન લગાવવાની ના પાડી છે અને વેક્સિનનો બહિષ્કાર કર્યો છે.

હરિયાણાના ચાંદપુર ગામે શનિવારના રોજ આરોગ્ય વિભાગની ટીમ કોરોના વેક્સિન લઇને  ગયા હતા ત્યારે ગામના લોકોએ વિરોધ કર્યો હતો અને વેક્સિનનો બહિષ્કાર કર્યો હતો. ગામના લોકોએ આરોગ્ય ટીમને બીજીવાર ગામમાં વેકસિન લઇને આવવાની ના કહી દીધી છે. અને જો આવશો તો આંગણવાડી કેન્દ્રમાંથી વેક્સિન બહાર ફેંકી દેવામાં આવશે તેવી ચીમકી આપી હતી. આરોગ્ય ટીમે તેમના ઉચ્ચ અધિકારીને આ ઘટનાની જાણ કરી હતી.

ભારતીય કિસાન સંઘર્ષના લોકોએ કહ્યું હતું કે શું વેક્સિન લગાવ્યા બાદ વ્યક્તિ કોરોના સંક્રમિત નહિ થાય..? અમારા ગામમાં કોઇ કોરોના સંક્રમણ વ્યક્તિ નથી. અને ગામના લોકોને કોરોનાથી ડરાવી રહ્યા છે.