Not Set/ દિવાળી/ પર્વની દેશભરમાં ભવ્ય ઉજવણી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ, PM નરેન્દ્ર મોદીની લોકોને શુભેચ્છા

આજે દિવાળીના પર્વની સવારે શરૂઆત થતાની સાથે જ મોટી સંખ્યામાં લોકો ઉત્સાહિત દેખાયા હતા. મંદિરોમાં ખાસ પુજા કરવામાં આવી હતી. બીજી બાજુ બાળકો સવાર પડતાની સાથે જ ફટાકડા ફોટીને ઉજવણી કરવામાં વ્યસ્ત બની ગયા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને દિવાળી-2019 પર્વ પર શુભેચ્છા અને શુભકામના પાઠવી છે. રાષ્ટ્રપતિએ ટ્વીટર  મારફતે શુભકામના […]

Top Stories India
modi દિવાળી/ પર્વની દેશભરમાં ભવ્ય ઉજવણી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ, PM નરેન્દ્ર મોદીની લોકોને શુભેચ્છા

આજે દિવાળીના પર્વની સવારે શરૂઆત થતાની સાથે જ મોટી સંખ્યામાં લોકો ઉત્સાહિત દેખાયા હતા. મંદિરોમાં ખાસ પુજા કરવામાં આવી હતી. બીજી બાજુ બાળકો સવાર પડતાની સાથે જ ફટાકડા ફોટીને ઉજવણી કરવામાં વ્યસ્ત બની ગયા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને દિવાળી-2019 પર્વ પર શુભેચ્છા અને શુભકામના પાઠવી છે.

રાષ્ટ્રપતિએ ટ્વીટર  મારફતે શુભકામના પાઠવી છે. સાથે સાથે અન્યો પ્રત્યે સવેદનશીલ બનવા લોકોને અપીલ કરી છે. પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ બનવા માટે પણ કહેવામાં આવ્યુ છે. સોશિયલ મિડિયા પર સૌથી વધારે સક્રિય રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તમામ દેશવાસીઓને શુભકામના આપી છે. મેસેજ રિડિગ સાથે એક ફોટો પણ મોદીએ મુક્યો છે.

દિવાળી પર્વની ભારતની સાથે સાથે મલેશિયા, મોરિશિયસ અને પાકિસ્તાનમા પણ ઉજવણી કરવામાં આવી રહી છે. દિવાળી પર્વની ઉજવણી ફટાકડાઓ ફોડી,  મિઠાઈઓ વહેંચી અને રંગબેરંગી લાઇટિંગ સાથે કરવામાં આવી રહી છે. ઉજાસના પર્વ તરીકે આને ગણવામાં આવતા આ પર્વને લઇને લોકો અને ખાસ કરીને બાળકો વધારે ઉત્સાહિત દેખાઇ રહ્યા છે. દિવાળી પર્વની ઉજવણી પાછળ પ્રચીન ઇતિહાસ પણ જોડાયેલો છે.

દિવાળી પર્વને લઇને દેશભરના લોકો પહેલાથી જ ઉત્સાહિત રહે છે. દિવાળી પર્વની શરૂઆત ધનતેરસના દિવસથી થયા બાદ લાભ પાંચમ સુધી કરવામાં આવે છે. મોટાભાગના વિભાગોમાં આ ગાળા દરમિયાન રજા પણ જાહેર કરી દેવામાં આવે છે જેથી પરિવાર સાથે આ પર્વની ઉજવણી કરવાની પરંપરા રહી છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે સ્થિતિ ખુબ જ સુધરી છે. લોકોની ખરીદી શક્તિ વધી છે. આર્થિક સ્થિતિ દેશની સારી બની છે જેના પરિણામ સ્વરુપે તીવ્ર મોંઘવારી છતાં ફટાકડાઓ, મિઠાઇઓ અને અન્ય ચીજવસ્તુઓની ખરીદીમાં ઉલ્લેખનીય વધારો થયો છે.

વડાપ્રધાન મોદીએ દિવાળી પર્વ પર સવારે લોકોને શુભેચ્છા પાઠવી હતી અને પોતે કેદારનાથમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.