સ્વતંત્રતા સેનાની ચંદ્રશેખર આઝાદની ૧૧૨ મી જયંતી પર સોમવારના રોજ જાણીતા ફિલ્મ સ્ટુડિયો બોમ્બે ટોકીઝે ઘોષણા કરી કે એમના જીવન પર આધારિત ‘રાષ્ટ્ર્પુત્ર’ ૧૪ સપ્ટેમ્બરે રીલીઝ થશે.
આ ફિલ્મ આઝાદ દ્વારા લખાયેલી અને નિર્દેશન પણ એમનું છે. આઝાદે જ આ ફિલ્મમાં અભિનય કર્યો છે.ફિલ્મનું ટીઝર અને મોશન પોસ્ટર ર્લોંચ થઇ ગયું છે.
આઝાદે આઈ એએનએસને કહ્યું હતું કે, “ આ એકદમ ખાસ ફિલ્મ છે. મારા દિલની નજીક છે. બ્રિટીશ શાસિત દેશમાં ચંદ્રશેખર એ સમયના એકમાત્ર યુવા સ્વતંત્ર સેનાની હતા જેમણે ખુદને આઝાદ નામ આપ્યું હતું જેનો અર્થ સ્વતંત્રતા છે.”
એમણે કહ્યું કે એ ખુદ માનસિક રૂપથી સ્વતંત્ર હતા અને એમનું સપનું હતું કે દેશને મુક્ત કરાવવો. પણ દુર્ભાગ્યવશ ઘણા બધા લોકો એમની કહાની ને વિસ્તારથી નથી જાણતા. મને લાગે છે કે આપણી આવનારી પેઢીએ ભારતના સ્વતંત્રતાના આંદોલનમાં ભાગ લેનાર ચંદ્રશેખર આઝાદની વાતોને જાણવી જોઈએ.
આ ફિલ્મ ૨૬ ભાષાઓમાં રીલીઝ થશે. બોમ્બે ટોકીઝની સ્થાપના ૧૯૩૪ માં હિમાંશુ રોય અને દેવિકા રાનીએ કરી હતી અને એ જમાનામાં ઘણી હિત ફિલ્મો આપી હતી.
