ચંદ્રયાન-3 મિશનની સફળતાને કારણે સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે. ચંદ્રયાન-3 એ ચંદ્રની સપાટી પર સુરક્ષિત ઉતરાણ કર્યું છે. આ અવસર પર કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ઈસરોની ટીમને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વીટ કર્યું, “આજની સિદ્ધિ માટે ટીમ ઈસરોને અભિનંદન. ચંદ્રના અજાણ્યા દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગ એ આપણા વૈજ્ઞાનિક સમુદાયની દાયકાઓની જબરદસ્ત ચાતુર્ય અને સખત મહેનતનું પરિણામ છે. 1962 થી, ભારતનો અવકાશ કાર્યક્રમ નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે અને સ્વપ્ન જોનારાઓની યુવા પેઢીને પ્રેરણા આપી રહ્યો છે.’
શું કહ્યું પીએમ મોદીએ?
પીએમ મોદીએ કહ્યું કે અમે ધરતી પર સંકલ્પ કર્યો અને ચંદ્ર પર તેને સાકાર કર્યો. ભારત હવે ચંદ્ર પર છે. એક સમયે એવું કહેવાતું હતું કે ચંદા મામા દૂર કે, હવે એક દિવસ એવો પણ આવશે, જ્યારે બાળકો કહેશે કે ચંદા મામા ટૂર કે.
પીએમ મોદીએ કહ્યું, ‘ભારતનું સફળ ચંદ્ર મિશન એકલા ભારતનું નથી. આ સફળતા સમગ્ર માનવજાતની છે. ચંદ્રયાન-3 મિશન સાથે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર ભારત પહેલો દેશ છે. તેમણે કહ્યું, ‘અગાઉ કોઈ દેશ ત્યાં (ચંદ્રનો દક્ષિણ ધ્રુવ) પહોંચ્યો ન હતો. અમે અમારા વૈજ્ઞાનિકોની મહેનતના કારણે ત્યાં સુધી પહોંચ્યા છીએ.
ભારતે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે
ચંદ્ર પર તેના ચંદ્રયાનને સોફ્ટ લેન્ડ કરનાર ભારત ચોથો દેશ છે પરંતુ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડ કરનાર વિશ્વનો પ્રથમ દેશ છે. અમેરિકા, રશિયા અને ચીને પણ ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કર્યું છે પરંતુ દક્ષિણ તરફ કોઈ લેન્ડિંગ નથી કર્યું. કારણ કે ચંદ્રના અન્ય ભાગોની તુલનામાં દક્ષિણ ભાગ પર ઉતરાણ કરવું સૌથી મુશ્કેલ છે.
આ પણ વાંચો:ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ પર આવ્યું ISRO ચીફનું નિવેદન, કહ્યું- ભારત હવે ચંદ્ર પર છે
આ પણ વાંચો: ભારતે રચ્યો ઈતિહાસ, વિશ્વ વિજય તિરંગા પ્યારા ઝંડા ઊંચા રહે હમારા
આ પણ વાંચો:દેશના આ જિલ્લાની જમીન સાથે ચંદ્રનું કનેક્શન, અહીંની માટીમાં છુપાયેલું છે ચંદ્રયાન 3ની સફળતાનું રહસ્ય
આ પણ વાંચો:ચંદ્રયાન 3 નો પીછો કરી રહ્યું છે જાપાન! 3 દિવસ પછી ચંદ્ર પર મોકલશે સ્માર્ટ લેન્ડર
આ પણ વાંચો:ચંદ્રયાનના લેન્ડરનું નામ વિક્રમ અને રોવરનું નામ પ્રજ્ઞાન કેવી રીતે પડ્યું? ખૂબ જ રસપ્રદ છે વાર્તા