Dwarka : દ્વારકામાં આવેલ દ્વારકાધીશ મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ધનુર્માસ દર્શન મનોરથના કાર્યક્રમો યોજવામાં આવનાર છે. હિન્દુ કેલેન્ડર અનુસાર માગસર મહિનામાં સૂર્ય ધન રાશિમાં રહેતો હોવાથી આ માસને ધનુર્માસ તરીકે ઓળખવામાં આવે છે. જગતમંદિરના વહીવટદારની યાદીમાં જણાવ્યાનુસાર મંદિરના પૂજારીઓ દ્વારા ધનુર્માસના ઉત્સવો દરમિયાન ઠાકોરજીના દર્શનનો સમય બદલવામાં આવ્યો છે.
મંદિરમાં જે મુજબ તા. 19 ડિસેમ્બર 2024ને મંગળવારને ધનુર્માસના રોજ મંગલા આરતી સવારે 5.30 કલાકે, અનોસર (મંદિર બંધ) 10.30 કલાકે, ઉત્થાપન સાંજે 5.00 કલાકે તથા ત્યારબાદનો કાર્યક્રમ રાબેતા મુજબનો રહેશે. તો 24 ડિસેમ્બર 2024 ગુરૂવારે ધનુર્માસના રોજ મંગલા આરતી સવારે 5.30 કલાકે, અનોસર (મંદિર બંધ) 10.30 કલાકે ઉત્થાપન સાંજે 5.00 કલાકે તથા ત્યાર બાદનો કાર્યક્રમ રાબેતા મુજબનો રહેશે.
મંદિરમાં 2025ના જાન્યુઆરી માસમાં પણ શ્રીજીના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. જે મુજબ 07મી જાન્યુઆરીને મંગળવારે તથા 9મી જાન્યુઆરીને ગુરૂવારના રોજ મંગલા આરતી સવારે 5.30 કલાકે, અનોસર (મંદિર બંધ) 10.30 કલાકે ઉત્થાપન સાંજે 5.00 કલાકે તથા ત્યારબાદનો કાર્યક્રમ રાબેતા મુજબ આયોજન કરવામાં આવશે.
આ પણ વાંચો: દ્વારકાધીશ મંદિર પર શા માટે ફરકાવવામાં આવી બે ધ્વજા? બિપરજોય ચક્રવાત સાથે છે આ કનેક્શન
આ પણ વાંચો: દેવભૂમિ દ્વારકામાં શ્રી દ્વારકાધીશ મંદિર અગામી 17 જાન્યુઆરી થી 23 જાન્યુઆરી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો
આ પણ વાંચો: દ્વારકાધીશ જગતમંદિરના શિખર પર ધ્વજા અડધી કાઠીએ ફરકાવવામાં આવી