ગુજરાત/ એરપોર્ટ સોનાની દાણચોરીનો મામલે કસ્ટમના અધિકારીની કરાઇ બદલી

એરપોર્ટ પર સોનાની દાણચોરી મામલે અધિકારીઓ પર કડક વલણ અપનાવવામાં આવ્યું. છેલ્લા ઘણા સમયથી દેશમાં સોનાની દાણચોરીના બનાવો વધ્યા છે.

Top Stories Gujarat

એરપોર્ટ પર સોનાની દાણચોરી મામલે અધિકારીઓ પર કડક વલણ અપનાવવામાં આવ્યું. છેલ્લા ઘણા સમયથી દેશમાં સોનાની દાણચોરીના બનાવો વધ્યા છે. સામાન્ય રીતે પહેલા દરિયા કિનારેથી સોનાની દાણચોરી કરવામાં આવતી હતી. તેના બદલે હવે વિદેશથી આવતા લોકો જુદી-જુદી રીતે સોનાની દાણચોરી કરવા લાગ્યા છે. એરપોર્ટ પર અનેક વખત કસ્ટમ અધિકારીઓ તેમની બાજ નજરથી આવા લોકોને પકડી પાડે છે. પરંતુ કેટલીક વખત સોનાની દાણચોરીમાં કસ્ટમ અધિકારીઓની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું છે.

એરપોર્ટ પરથી સોનાની દાણચોરીમાં સ્થાનિક અધિકારીઓની સંડોવણી સામે આવતા કસ્ટમ વિભાગે તેમને સસ્પેન્ડ કર્યા. DRIની ટીમે એરપોર્ટ પરથી આ દાણચોરી પકડી હતી. જેમાં ચેન્નઇની ગેંગ 6 માસથી દાણચોરી કરતી હોવાનું ખૂલ્યું. ચેન્નાઈની ગેંગ કસ્ટમના વિભાગના અધિકારીની મદદથી આ દાણચોરી કરતી હોવાનું સામે આવતા વિભાગ દ્વારા તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી. સોનાની દાણચોરીમાં સ્થાનિક અધિકારીઓની સંડોવણી હતી. આ મામલે વિભાગે ખાતાકીય કાર્યવાહી કરતા કેટલાક ભ્રષ્ટ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા તો કેટલાકની બદલીઓ કરવામાં આવી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: દમણમાં કાર પર ઊભા થઈને જોખમી સ્ટંટ કર્યાનો વીડિયો વાયરલ

આ પણ વાંચો: સુરતમાં ભાજપના કોર્પોરેટરના પુત્રે દબાણ હટાવવા ગયેલ મનપાની ટીમ સામે કરી દાદાગીરી

આ પણ વાંચો: અસામાજીક તત્વોનો આતંક, ગાડી પર TV PRESS નું બોર્ડ લગાવી કરી દાદાગીરી