ચોટીલા/ ચામુંડા માતાજીના દર્શનના સમયમાં ફેરફાર : કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં લઇને લેવાયો નિર્ણય

સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા પંથકમાં કોરોના વાયરસે ફરી માથું ઊંચક્યું છે, ત્યારે જિલ્લાભર સહિત ચોટીલામાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે જેમાં ગુજરાતભરના અનેક લોકો પણ કોરોનાનો ભોગ બનેલા છે ત્યારે સરકાર સહિત અનેક ધાર્મિક સંસ્થાઓ લોકોની ચિંતા કરતી હોય છે

Trending Dharma & Bhakti

હાલની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને રાખી ડુંગર ટ્રસ્ટ દ્વારા લેવાયો નિર્ણય

સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા પથંકમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. અને કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં ચિંતાજનક વધારો નોંધાયો છે. લોકો અને આમ પ્રજા ઘરની બહાર કે ભીડભાડવાળી જગ્યામાં જતાં ડરી રહ્યાં છે, ત્યારે સરકાર સહિત ધાર્મિક સંસ્થાઓ પણ લોકોની ચિંતા કરે છે જેને લઈને ચોટીલા ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા ચામુંડા માતાજીના દર્શન માટેના સમય ફેરફાર કરવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા પંથકમાં કોરોના વાયરસે ફરી માથું ઊંચક્યું છે, ત્યારે જિલ્લાભર સહિત ચોટીલામાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે જેમાં ગુજરાતભરના અનેક લોકો પણ કોરોનાનો ભોગ બનેલા છે ત્યારે સરકાર સહિત અનેક ધાર્મિક સંસ્થાઓ લોકોની ચિંતા કરતી હોય છે જેમાં ચોટીલા ચામુંડા ડુંગર ટ્રસ્ટ દ્વારા માતાજીએ દર્શન કરવા આવતા યાત્રિકોની ચિંતા કરીને દર્શન માટેનો સમય સવારે 7 કલાકથી સાંજના 5 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે તો હવેથી આ સમય મુજબ માતાજીના ભક્તજનો માતાજીના દર્શન માટે પોતાના શીશ નમાવશે.અને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને ભોજનાલય તેમજ અતિથિગૃહ પણ બંધ રાખવામાં આવ્યા છે.

આ અંગે ચોટીલા ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટના મહંત પરિવારના અમૃતગિરીબાપુએ જણાવ્યું કે, કોરોના વધતા જતા સંક્રમણને અટકાવવા તંત્રની સુચના અનુસાર નવા નિયમો ન આવે ત્યાં સુધી ચોટીલા ચામુંડા ટ્રસ્ટના ભોજનાલય તેમજ અતિથિગૃહ પણ બંધ રાખવામાં આવ્યા છે. અને શ્રધ્ધાળુઓ માટે દર્શનનો સમય પણ સવારના 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધીનો જ રાખવામાં આવ્યો છે. સાથે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને શ્રધ્ધાળુઓ ફરજીયાત માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગના ચુસ્ત અમલ અને સેનેટાઇજરનો ફરજીયાત ઉપયોગ કરવાની સુચના સહિત વિનંતી કરવામાં આવી છે. જેથી કરીને કોરોના મહામારીથી દરેક લોકોને બચાવી શકાય.