ઘર્ષણ/ છત્તીસગઢમાં સુરક્ષાદળો અને નકસલીઓ વચ્ચે ઘર્ષણ

છેલ્લા દસ વર્ષ દરમિયાન 3722 નકસલીઓ હુમલા થયા છે

India

છત્તીસગઢના દંતેવાડામાં સુરક્ષાદળો અને નકસલીઓ વચ્ચે આજે ઘર્ષણ થયું હતું, જેમાં અનેક નકસલીઓ માર્યા ગયાં હોવાની આશંકા છે.  જેમાંથી એક નકસલીનો મૃત્યુદેહ મળી આવ્યો છે. દંતવાડા અને જંગમપાલના જંગલોમાં હજુપણ સુરક્ષાદળો અને નકસલીઓ વચ્ચે ઘર્ષણ ચાલુ જ છે.

ઘર્ષણના ઘટના સ્થળ પરથી સુરક્ષા દળોને બે કીલો આઇઇડી વિસ્ફોટક એક બંદુક અને નકશલીઓના સાહિત્યો મળી આવ્યા

આ ઘર્ષણમાં એક નકસલીનો મૃતદેહ મળ્યો છે. આ મૃત દેહની ઓળખ થતા તેનું નામ વેટ્ટી હુંગા હોવાની જાણ થઇ છે.  તેના પર એક લાખ રૃપીયાનું ઇનામ હતુ. ઘર્ષણના ઘટના સ્થળ પરથી સુરક્ષા દળોને બે કીલો આઇઇડી વિસ્ફોટક એક બંદુક અને નકશલીઓના સાહિત્યો મળી આવ્યા છે.

છેલ્લા દસ વર્ષ દરમિયાન 3722 નકસલીઓ હુમલા થયા છે. જેમાં 489 જવાનોએ શહીદ થયા છે

આ ઘર્ષણમાં અનેક નકશીઓ ધાયલ થવાની આશંકાઓ સેવાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે છત્તીસગઢ નકસલીયોથી પ્રભાવિત છે. ગૃહ મંત્રલાયના વાર્ષિક અહેવાલમાં છેલ્લા દસ વર્ષ દરમિયાન 3722 નકસલીઓ હુમલા થયા છે. જેમાં 489 જવાનોએ શહીદ થયા છે.