Crime/ પલકના ઝબકારે ફરાર થઈ જતો ૨૬ વર્ષનો ચેન સ્નેચર પોતેજ બન્યો પોલીસનો શિકાર

પલકના ઝબકારે ફરાર થઈ જતો ૨૬ વર્ષનો ચેન સ્નેચર પોતેજ બન્યો પોલીસનો શિકાર

Ahmedabad Gujarat
punjab 25 પલકના ઝબકારે ફરાર થઈ જતો ૨૬ વર્ષનો ચેન સ્નેચર પોતેજ બન્યો પોલીસનો શિકાર

@વિશાલ મહેતા મંતવ્ય ન્યૂઝ અમદાવાદ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શહેરના પૂર્વ વિસ્તારમાં ચેન સ્નેચિંગના આતંક મચાવનાર અપરાધીઓની ધરપકડ કરી છે.  ઝડપાયેલા આરોપી પાસેથી પોલીસે એક ડઝનથી વધારે ગુનાના ભેદ ઉકેલ્યા છે.  આરોપીનું નામ ચંદ્રસાગર ઉર્ફે રાહી ઘમંડે હોવાનું બહાર આવ્યું છે.  અમદાવાદ પૂર્વના નોબલ નગર વિસ્તારમાં રહેતો આ ૨૬ વર્ષનો ચેન સ્નેચર એકલદોકલ જતાં લોકોને પોતાનો શિકાર બનાવતો હતો.

આરોપી પૂર્વ વિસ્તારના બાપુનગર, કૃષ્ણનગર નરોડા, કુબેરનગર, ગોમતીપુર અને નિકોલ વિસ્તારમાં ફેન્સીંગની ઘટનાને અંજામ આપતો અને પલકના ઝબકારે ફરાર થઈ જતો હતો. પરંતુ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીને ચેન સ્નેચિંગના તરખાટ મચાવનાર આ ગુનેગાર ની માહિતી મળતા તપાસનો તખ્તો તૈયાર કરાયો.  જેમાં બાતમી મળી કે આરોપી ચંદ્રસાગર રાજ આવી સર્કલથી ફેન્સની ઘટનાને અંજામ આપી કુબેર નગર ફાટક તરફ આવી રહ્યો છે.

જ્યાં તે તફડંચી કરેલી સોનાની ચેન ને વેચવા માટે જશે. જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવી આરોપીને ઝડપી લીધો. અને પૂછપરછ દરમિયાન 7 લાખ 80 હજાર નો મુદ્દામાલ રિકવર કર્યો છે. આરોપીની પૂછપરછમાં છેલ્લા ઘણા વર્ષોથી તે અમદાવાદમાં ચેન સ્નેચિંગના ઘટનાને અંજામ આપતો હોવાનું બહાર આવ્યું છે.  ચેન સ્નેચિંગ કરેલો મુદ્દામાલ તે કોને વેચતો હતો અને તેની સાથે અન્ય કોણ-કોણ જોડાયેલું છે તે જાણવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.