બનાસકાંઠા/ વેકેશનમાં શું કરતાં હતાં? ભર ચોમાસે શાળાના ઓરડા ઉતારવાની કામગીરી શરુ:ભારતનું ભાવી ભણે બહાર

પાલનપુરના કરજોડા શાળામાં ભર ચોમાસે જજરીત ઓરડા ઉતારવાની કામગીરી હાથ ધરાઈ શાળામાં બાળકોનો ખુલ્લામાં અભ્યાસ યથાવત મોટી દુધટના બનશે તો કોણ લેશે જવાબદારી…..

Gujarat Others
ઓરડા ઉતારવાની કામગીરી

2015 અને 17 માં આવેલા પુર એ સમગ્ર જિલ્લામાં વિનાશ વેર્યો હતો.જેમાં જિલ્લાની અનેક શાળાઓ જજરીત થઈ હતી વર્ષો વીતી ગયા પણ સરકારને યાદ ન આવ્યું પણ ચૂંટણીનું વર્ષ હોવાથી હવે ઓરડા મજૂર કરવા સરકારે ધબ્ધબાટી શરૂ કરી જિલ્લામાં  ભર ચોમાસે અનેક શાળા ઓના બનશે ઓરડા અને બાળકો ભણશે ખુલ્લામાં ઓરડા નવા આવ્યાની ખુશી છે તો બીજી તરફ બાળકને ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવાની મજબૂરી શાળાની પણ છે.

પાલનપુરના કરજોડા પ્રાથમિક શાળાના શાળામાં ઓરડા મજૂર થતા જજરીત ઓરડા ઉતારવાની કામગીરી શરૂ થઈ દીવાલો પડી રહી છે દરવાજા નીચે ઉતરી રહ્યા છે લોખડનો સામાન પણ નીચે પડ્યો છે આ બધી મુસીબત વચ્ચે નાના બાળકો શિક્ષણલેવા ખુલ્લામાં મજબુર છે કારણ મેં શાળા માટે વૈક્લિક વ્યવસ્થા ન થઈ પરિણામે મોડલ શાળાની દુહાઈ દેતી સરકાર બાળકો ને ભર ચોમાસે ખુલ્લામાં ભણવા મજબૂર કરી રહી છે ઓરડા આપ્યા કામ પણ શરૂ થયું પણ ચાલુ સત્રએ ચોમાસા માં બાળકો ક્યાં બેસશે એ નક્કી ન થયું.

અ 8 3 વેકેશનમાં શું કરતાં હતાં? ભર ચોમાસે શાળાના ઓરડા ઉતારવાની કામગીરી શરુ:ભારતનું ભાવી ભણે બહાર

બીજી તરફ જજરીત ઓરડા હોવા છતાં આટલા વર્ષ ન ઉતર્યા અને ચૂંટણી ટાણે ઓરડા મજૂર કરી નવી વાહવાહ લૂંટવાની ધેલસા માં તંત્ર પણ હરણફાળ લગાવી રહ્યું છે  1400 ઓરડા પ્રથમ તબક્કા માં મંજુર થયા જેમાં 200 કરતા વધુ ઓરડાનું કામ યુદ્ધ ના ધોરણે કામગીરી શરૂ કરાઇ પણ બાળકો માટે આગોતરું આયોજન કરવાનું જ રહી ગયું હોય એવી પરિસ્થિતિ સામે આવી અને અધિકારી અને શિક્ષકો એકબીજા ને ખો આપીને છટકાવી કોશિશ કરી.

અ 8 4 વેકેશનમાં શું કરતાં હતાં? ભર ચોમાસે શાળાના ઓરડા ઉતારવાની કામગીરી શરુ:ભારતનું ભાવી ભણે બહાર

બનાસકાંઠાની એક શાળા એવી નથી અનેક શાળાની આ જ પરિસ્થિતિ છે ત્યારે સવાલ એ જ ઉભો થયો કે શું મોડલ ગુજરાત ના બાળકો આ રીતે શિક્ષણ લેશે કે પછી બાળકો માટે વૈક્લિક વ્યવસ્થા ગોઠવવામાં જિલ્લા તંત્ર આગળ આવશે એ સવાલ રોચક ભર્યો છે.

આ પણ વાંચો: પીવી સિંધુએ સિંગાપોર ઓપનનો ખિતાબ જીત્યો, ફાઇનલમાં ચીનના શટલરને 58 મિનિટમાં હરાવ્યું

આ પણ વાંચો:આ છે દેશના પ્રથમ ટ્રાન્સજેન્ડર પાયલોટ, વિમાન ઉડાવવાની લીધી ટ્રેનિંગ, પરંતુ સપનું પૂરું નહીં થવાનો ભય

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળના માલદામાં બોમ્બ બ્લાસ્ટ થતાં બે લોકોના મોત,તપાસના આદેશ