Surendranagar/ લીંબડી રાજ મહેલમાં ચોરાયેલી ચાંદીની એન્ટિક વસ્તુ વેચનારી મહિલા ઝડપાઈ

લીંબડી રાજવી પરિવારના દિગ ભવન પેલેસમાં ચાંદીના વાસણો અને એન્ટિક વસ્તુઓની ચોરી થતાં ચકચાર મચી જવા પામી હતી. એલસીબી ટીમે તસ્કરીમાં સામેલ કાટીયો, કમો, કાયો, કાબો, દિલીપ અને સંજયને અમુક ટકા ચાંદી, એન્ટિક વસ્તુ સહિત મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા

Gujarat
4 15 લીંબડી રાજ મહેલમાં ચોરાયેલી ચાંદીની એન્ટિક વસ્તુ વેચનારી મહિલા ઝડપાઈ

લીંબડી રાજવી પરિવારના દિગ ભવન પેલેસમાં ચાંદીના વાસણો અને એન્ટિક વસ્તુઓની ચોરી થતાં ચકચાર મચી જવા પામી હતી. એલસીબી ટીમે તસ્કરીમાં સામેલ કાટીયો, કમો, કાયો, કાબો, દિલીપ અને સંજયને અમુક ટકા ચાંદી, એન્ટિક વસ્તુ સહિત મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

ચોરીમાં સામેલ 4 શખ્સો પોલીસ પકડથી દૂર હતા. PSI વી.એન.ચૌધરી સહિત ટીમે બાકીના આરોપીઓને ઝડપી પાડવા માટે દિલ્હી, રાજસ્થાન સહિતના રાજ્યોમાં કવાયત હાથ ધરી દીધી હતી.

4 કિલો ચાંદીની એન્ટિક વસ્તુ વેચનારી મહિલા આરોપી ખીમાબેન શ્રવણભાઈ તાજપરીયાને બાવળી ગામથી ઝડપી પાડી હતી. જો કે મહિલા આરોપી પાસેથી પોલીસને ચોરીને લગતો કોઈ મુદામાલ હાથે લાગ્યો નહોતો.

રાજ મહેલની ચોરીમાં સંડોવાયેલા ધીરજ વિરમગામીયા, સુરેશ કુંઢીયા અને અરૂણ વિરમગામીયા હજુ પણ પોલીસ પકડથી દૂર છે. ચોર ટોળકી પાસેથી કબજે કરેલા ચાંદીના વાસણો, એન્ટિક વસ્તુ સહિતનો મુદ્દામાલની પોલીસ રખેવાળી કરી રહી છે.