AHMEDABAD NEWS/ ગુજરાત યુનિ.નો છબરડો, ગર્લ્સ કોલેજમાં બોય્સને આપ્યો પ્રવેશ  

ગુજરાત યુનિવર્સિટી અને છબરડા એકબીજાનો પર્યાય બની ગયા છે. તેથી ગુજરાત યુનિવર્સિટી છબરડો ન કરે તો જ આશ્ચર્ય થાય. કદાચ કોઈ એવું વર્ષ ગયું નહી હોય તો જે વર્ષે ગુજરાત યુનિવર્સિટીએ છબરડો કર્યો ન હોય.

Gujarat Ahmedabad Breaking News
Beginners guide to 5 1 ગુજરાત યુનિ.નો છબરડો, ગર્લ્સ કોલેજમાં બોય્સને આપ્યો પ્રવેશ  

Ahmedabad News:  ગુજરાત યુનિવર્સિટી અને છબરડા એકબીજાનો પર્યાય બની ગયા છે. તેથી ગુજરાત યુનિવર્સિટી છબરડો ન કરે તો જ આશ્ચર્ય થાય. કદાચ કોઈ એવું વર્ષ ગયું નહી હોય તો જે વર્ષે ગુજરાત યુનિવર્સિટીએ છબરડો કર્યો ન હોય.

આ વખતે પણ ગુજરાત યુનિવર્સિટીએ યુજી કોર્સીસના કોમન એડમિશન ટેસ્ટમાં મોટો છબરડો કર્યો છે. આ છબરડાંની ખાસિયત એ છે કે છોકરાઓને ગર્લ્સ કોલેજમાં એડમિશન આપી દીધું છે. આ છોકરા પણ એક કે બે નથી પૂરા 300 છોકરાને એડમિશન આપ્યું છે, તેના લીધે 300 છોકરીઓ એડમિશનથી વંચિત રહી ગઈ છે.

જીકાસની એજન્સી અને સમર્થના પોર્ટલમાં કોઈપણ પ્રકારની વેરિફિકેશન સિસ્ટમ ન હોવાથી વિદ્યાર્થીઓને તેમની ચોઈસ મુજબ એડમિશન ફાળવી દેવાયા છે, જેના લીધે ગર્લ્સ કોલેજમાં યુવકોને એડમિશન મળી ગયું છે.

આના લીધે ગુજરાત યુનિવર્સિટીને ગર્લ્સ કોલેજોમાં સુપર ન્યુમરી સીટ આપવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. હવે વેકેશન બાદ કોલેજો શરૂ થવાની છે તે સમયે ગુજરાત યુનિવર્સિટીએ તેના આ છબરડાને બ્રેક મારવું જરૂરી છે. પોર્ટલમાં ખામીના લીધે એડમિશન પ્રક્રિયા પર મોટી અસર પડી છે. આના લીધે હવે છોકરા અને છોકરીઓ બંનેને બીજા રાઉન્ડમાં પ્રવેશ મળશે, પરંતુ તેમની ચોઈસ મુજબ પ્રવેશ નહીં મળે. આમ યુનિવર્સિટીનો એક છબરડો બધાને હેરાન કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જૂનાગઢમાં ઓઝત નદીમાંથી સિંહનો મૃતદેહ મળ્યો

આ પણ વાંચો:ભૂજમાં થયેલી લૂંટના સીસીટીવી સામે આવ્યા

આ પણ વાંચો:જમીનોના કાળાધોળા સામે વડોદરાના ધારાસભ્યની જ ગંભીર ફરિયાદ