ગીર/ વેરાવળમાં જાહેરમાં હત્યા કરનારો આરોપી ઝડપાયો, થયો ચોંકાવનારો ખુલાસો

વેરાવળમાં સરાજાહેર ફાયરિંગ કરી યુવકને મોતને ઘાટ ઉતારી નાશી છુટેલ હત્યારા યુવકને પોલીસે હરિદ્વારથી દબોચી લીધો છે. સરાજાહેર ફાયરીંગની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે.

Gujarat Others
વેરાવળમાં

ગીર સોમનાથ જીલ્લાના વેરાવળમાં જાહેરમાં ફાયરિંગ કરી યુવકની હત્યા કરનાર આરોપીને, પોલીસે હરિદ્વારથી દબોચી લીધો છે.  વેરાવળ શહેરમાં સરાજાહેર ફાયરિંગ કરી નિતેશ સરમણ કટારીયા નામના યુવકને રમેશ ઉર્ફે ગોવાળિયો અરજણ ચાવડા નામના યુવકે પિસ્તોલ વડે ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારી નાશી છૂટ્યો હતો.પોલીસ આરોપીની હરિદ્વારથી ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે. મૃતક અને તેનો ભાઈ આરોપીને ધંધામાં સેટ ન થવા દેતા હોવાથી કંટાળી જઈ હત્યા કરી હતી. આરોપી ઉત્તરપ્રદેશથી હથીયાર અને પાંચ કાર્તુસ લાવ્યો હતો.પોલીસ આ કેસમાં આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વેરાવળમાં સરાજાહેર ફાયરિંગ કરી યુવકને મોતને ઘાટ ઉતારી નાશી છુટેલ હત્યારા યુવકને પોલીસે હરિદ્વારથી દબોચી લીધો છે. સરાજાહેર ફાયરીંગની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મૃતક અને તેનો ભાઈ આરોપીને ધંધામાં સેટ ન થવા દેતા હોવાથી કંટાળી જઈ હત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. આરોપીના રડારમાં મૃતક ઉપરાંત વધુ ત્રણ શખ્સો હોય જેઓની હત્યા કરવાની ફિરાકમાં હોવાની ચર્ચા થઇ રહી છે.આરોપી માલભાડુ કરવા ઉત્તરપ્રદેશ ગયેલ ત્યારે ત્યાંથી રૂ.50 હજારમાં હથીયાર અને પાંચ કાર્ટુસ લઈ આવેલ હોવાનું સામે આવ્યુ છે.

વેરાવળ શહેરમાં ભરચક બસ સ્ટેન્ડ વિસ્તારમાં સરાજાહેર ફાયરિંગ કરી નિતેશ સરમણ કટારીયા નામના યુવકને રમેશ ઉર્ફે ગોવાળિયો અરજણ ચાવડા નામના યુવકે પિસ્તોલ વડે ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારી નાશી છૂટ્યો હતો. ઘટનાના પગલે શહેર ભરમાં ચકચાર સાથે અરેરાટી પ્રસરી ગઈ હતી તો બીજી તરફ હત્યા કરી આરોપી યુવક નાશી છૂટતા પોલીસ પણ દોડધામ માં મુકાઈ ગઈ હતી. જિલ્લા પોલીસ વડા ના માર્ગદર્શન હેઠળ જિલ્લા LCB / SOG સહિત વેરાવળ સીટી પોલીસની સર્વેલન્સ ટીમ દ્વારા આરોપી ને પકડી પાડવા રાત દિવસ એક કર્યા હતા. અને સપ્તાહ બાદ બાતમી મળી હતી કે આરોપી હરિદ્વાર માં છુપાયો છે જેથી પોલીસ દ્વારા હરિદ્વાર પોલીસ ની મદદ થી આરોપીને દબોચી લઈ વેરાવળ લાવવા માં આવેલ છે.

આરોપી યુવક રમેશે પ્રાથમિક પૂછપરછ માં અનેક ઘટસ્ફોટ કર્યા હતા અને મૃતક અને તેનો ભાઈ આરોપીને ધંધામાં સેટ ન થવા દેતા હોવાથી કંટાળી જઈ હત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. આરોપી રમેશ ગત સપ્ટેમ્બર માસ માં પોતાની બોલેરો પિકઅપ વાન માં માલભાડુ કરવા ઉત્તરપ્રદેશ ગયેલ ત્યારે ત્યાંથી રૂ.50 હજારમાં હથીયાર અને પાંચ કાર્ટુસ લઈ આવેલ હોવાનું સામે આવ્યુ છે. આરોપીના રડારમાં મૃતક ઉપરાંત વધુ ત્રણ શખ્સો હોય જેઓની હત્યા કરવાની ફિરાકમાં હોવાની  ચર્ચા સામે આવી છે. હાલ તો પોલીસે આરોપીને રિમાન્ડની માંગ સાથે કોર્ટ માં રજૂ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:પીએમ મોદીએ ઋષભ પંતના દર્દનાક અકસ્માત અને પેલેના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો

આ પણ વાંચો:ગાઝિયાબાદમાં એક જ વ્યક્તિ બ્લેક અને વ્હાઈટ ફંગસથી અસરગ્રસ્ત, જાણો લક્ષણ

આ પણ વાંચો:ભગવાન રામ અને હનુમાનને લઈને ઉમા ભારતીએ આપ્યું આવું નિવેદન