Not Set/ લોકપ્રિતિનિધિઓને મળતા પગાર ભથ્થાની વાત

તેલંગણાના ધારાસભ્યોને માસિક રૂપિયા અઢિ લાખના પગાર ભથ્થા મળે છે ગુજરાતમાં પ્રધાનોને રૂા.૧ લાખ ૪૬ હજાર અને ધારાસભ્યોને ૧ લાખ ૨૮ હજાર પગાર મળે છે અન્ય સવલતો જુદી

Gujarat Trending
નવા મંત્રીમંડળની

પાઠ્યપુસ્તકોમાં એક વાર્તા આવે છે વાર્તાનું નામ છે દલાતરવાડીના રીંગણા… આમા એક સંવાદ છે કેટલા રીંગણા લેવા ? લે ને ત્રણ ચાર ટુંકમાં પોતાને સવાલ પૂછવાનો અને પોતાને જવાબ આપવાનો આ વાત એટલા માટે યાદ આવી કે આપણા લોકપ્રતિનિધિઓ (પોતેજ) પોતાનો પગાર વધારો નક્કી કરી લે છે. ખરી રીતે તો લોકોની સેવા કરવા ચૂંટાયા હોય તેણે વળતરની આશા રખાય નહિં પરંતુ બધા લોકપ્રતિનિધીઓ કાંઈ સરખા હોતા નથી એટલે અમુકને પોતાનું કુટુંબ જાળવવા નાણાની જરૂર પડે પણ ખરી ! પરંતુ ધારાસભ્યોને અને સંસદ સભ્યોને લાગે વળગે છે ત્યાં સુધી માત્ર હોદ્દાની રૂએ મળતા પગાર પર નભનારા માત્ર બે થી પાંચ ટકા હોય છે. બાકી તો લગભગ સુખી સંપન્ન હોય છે. જાે રાજકારણમાં સેવા માટે આવ્યા છીએ તેવો દાવો સતત થતો હોય તો આ દાવો કરનારાઓ સેવાનું મૂલ્ય વસૂલી શકે નહિ. એટલે કે ધારાસભ્ય કે સંસદ સસ્ય તરીકે મળતો પગાર સ્વીકારી શકે નહિ. આ એક વાસ્તવિકતા છે – હકિકત છે. પરંતુ આવા વિરલા કો’ક જ હોય છે. ૨૦૧૭ પહેલાની એટલે કે ૨૦૧૨માં ચૂંટાયેલી વિધાનસભામાં મહેન્દ્ર મશરૂ (જુનાગઢ) અને બળવંતસિંહ રાજપૂત (સિધ્ધપુર)એ બે ધારાસભ્યો એવા હતા કે જે પોતાનો પગાર લેતા નહોતા મહેન્દ્ર મશરૂ તો ૧૯૮૯ થી ૨૦૧૭ એટલે કે ૨૮ વર્ષ ધારાસભ્ય તરીકે રહ્યા છે છતાં પગાર લીધો નહોતો.

jio next 5 લોકપ્રિતિનિધિઓને મળતા પગાર ભથ્થાની વાત

પરંતુ આ વાત જૂની થઈ ગઈ. હમણા જે દિવસે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ અને આચાર સંહિતા લાગુ પડવાના સમય પહેલા ગુજરાતના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરી કેન્દ્ર સરકારના કર્મચારી સમક્ષ કરી દેવાયું. તેના કારણે ૩૫૦ કરોડથી વધુ રકમનો બોજ પડશે તેવી જાહેરાત થઈ. લાખો કર્મચારીઓના અને પેન્શનરોને વધારાનો લાભ મળશે તેમ પણ કહેવાયું કર્મચારીઓને કોરોના કાળના પ્રારંભે સ્થગિત કરાયેલું મોંઘવારી ભથ્થું ચૂકવવાની શરૂઆત થઈ તે સારી વાત છે. પરંતુ આ નિર્ણયના ગણતરીના કલાકોમાં રાજ્યના ૧૮૨ ધારાસભ્યો કે જેમાં મંત્રીઓ પણ આવી જાય છે. તેમના પગારમાં પણ વધારો કરી દેવાયો. આ જાહેરાત પ્રમાણે મંત્રઓના ભથ્થામાં રૂા.૧૪ હજારનો અને ધારાસભ્યના ભથ્થામાં રૂા.૧૬ હજારનો વધારો થશે. ટુંકમાં તેમનો કુલ પગાર આટલી મોટી રકમમાં વધશે. ગુજરાતના પ્રધાનોને ઓક્ટોબર માસથી રૂા.૧.૧૮ લાખ અને ધારાસભ્યોને ૧.૨૮ લાખ પગાર મળશે. ગુજરાતમાં હાલ ધારાસભ્યોનો પગાર રૂા.૧.૧૬ લાખ રૂપિયા છે જે હવે ૧૨,૭૬૦ના વધારા સાથે રૂા.૧.૨૮ લાખ થશે. જ્યારે મંત્રીઓનો હાલનો પગાર ૧.૩૨ લાખ છે તેમાં હાલના પગારમાં રૂા.૧૪૫૨૦ના ઉમેરા સાથે ૧.૪૬ લાખ થશે.

pubgi 3 લોકપ્રિતિનિધિઓને મળતા પગાર ભથ્થાની વાત
ગુજરાતના ધારાસભ્યોને મહિને રૂા.૧.૧૬ લાખ પગાર મળે છે. જેમાં ૭૮ હજાર પગાર છે. ૨૭ હજાર મોંઘવારી ભથ્થુ છે. ગાંધીનગરમાં રહેવાના ક્વાટર સહિત અન્ય સવલતો મળે છે તે અલગ જાે કે આટલો બધો પગાર છે. તેમ છતાં ગુજરાત ધારાસભ્યોને મળતા પગારમાં આઠમા નંબરે છે. આજે દેશમાં ૨૦૧૩માં રચાયેલા તેલંગણા રાજ્યના ધારાસભ્યોનો કુલ માસીક પગાર રૂપિયા અઢિ લાખ આસપાસ છે. જેમાં ૨૦ હજાર પગાર અને રૂા.૨.૩૦ લાખ મોંઘવારી ભથ્થુ મળે છે. જ્યારે યુપીમાંથી ૨૦ વર્ષ પહેલા અલગ પડેલા ઉત્તરાખંડના ધારાસભ્યો ૧ લાખ ૯૮ હજાર રૂપિયા પગાર મળે છે. આ યાદીમાં ગુજરાત આઠમાં નંબરે છે બાકીના રાજ્યોની યાદી ત્યાર પછી આવે ૨૦૧૭ના લોકચુકાદા બાદ ૨૦૧૮માં ધારાસભ્યોના પગાર ૭૦૧૨૭થી વધારી ૧,૧૬,૩૧૬ કરાયો હતો. જે ૬૫ ટકાનો વધારો કહેવાય.
આમ ત્રણ વર્ષના ટુંકાગાળામાં મોંઘવારી ભથ્થાના નામે ધારાસભ્યોને વધુ એક પગાર વધારો મળ્યો છે હવે થોડા સમય પહેલા એડી આરના અહેવાલ પ્રમાણે દેશના ૪૦૦૦થી વધુ ધારાસભ્યો પૈકી ૯૦ ટકાથી વધુ ધારાસભ્યો એવા છે કે જેની આવક રૂા.૧ લાખ કરતા વધારે છે અને સંપતિ પણ ૫૦ લાખ કરતા વધારે છે. ગુજરાતમાં પણ લગભગ આજ સ્થિતિ છે.

Video: Increase in vegetable prices by two to two-and a half times– News18 Gujarati
દેશમાં ૨૦૧૪ બાદ મોંઘવારી વધી છે. દરેક ચીજાેના ભાવ ૩૨ ટકા કરતા વધુ પ્રમાણમાં વધ્યા છે. તેવું ૨૦૧૪થી ૨૦૨૧ના ભાવો વચ્ચેના આંકડા સરખાવતા લાગે છે. કોરોના કાળ પછી પણ ભાવ વધારાનું વિષચક્ર અટક્યું નથી સરકારી કર્મચારી અને લોકપ્રતિનિધિઓને આ પગાર વધારાનો લાભ મળ્યો પરંતુ તે સિવાયના બાંધી આવક વાળા કર્મચારીઓ – મજુરોની આવકમાં કોઈ વધારો થયો નથી. ઘણી ખાનગી કંપનીઓ અને ઔદ્યોગિક એકમોમાં કર્મચારીઓની આવકમાં કામના બહાને ઘટાડો થયો છએ વધારો થયો નથી. આ પણ એક વાસ્તવિકતા છે જેની કોઈ ના પાડી શકે તેમ નથી. ગરીબ અને મધ્યમવર્ગ આજે પણ મોંઘવારીમાં પીંસાઈ રહ્યો છે. એક સાંધો ત્યાં તેર તૂટે તેવી હાલત છે. ગરીબ અને મધ્યમ વર્ગના અમુક વર્ગને જ સરકારની કહેવાતી યોજનાઓનો લાભ મળે છે. અન્ય લોકોને મળતો નથી તે બકિકત છે. આમ ખરા અર્થમાં જાેઈએ તો મધ્યમ વર્ગ વધુ હાડમારીમાંથી પસાર થઈ રહ્યો છે. ભૂતકાળમાં રાંધણગેસનો જે બાટલો રૂા.૪૧૦માં મળતો હતો તે હાલ રૂા.૯૦૦ની સપાટીએ પહોંચી ગયો છે. ઘણી ચીજાે એવી છે કે જેમાં ભાવ વધારાનો આંક ૪૫ ટકા કરતા વધુ છે.

આ સંજાેગો વચ્ચે લોકોના (પ્રજાના) સેવકો હોવાનો દાવો કરનારા નેતાઓ પોતાના પગારમાં મોંઘવારી ભથ્થાના ઓઠા હેઠળ વધારો કરી લે તે કદાચ કાયદાની રીતે તે બંધારણની રીતે યોગ્ય હોઈ શકે છે પણ નૈતિક રીતે તો જરાય વ્યાજબી નથી. સરકારી કર્મચારીઓ તો કર્મચારી છે તેઓ કામ કરે છે. પરંતુ લોકપ્રતિનિધઇઓ તો હંમેશા સેવાનો દાવો કરતા હોય છે. સંસદ સભ્યો અને કેન્દ્રીય પ્રધાનોના પગારના મામલામાં ફરી ક્યારેક ચર્ચા કરશું. પરંતુ માત્ર ગુજરાતમાં જ નહિ પણ આખા દેશમાં ધારાસભ્યોના પગાર ભથ્થા જે રીતે વધે છે તેના કારણે કહેવું પડે કે શું માત્ર સેવા કરવાના દાવા કરનારાઓને જ મોંઘવારી નડે છે ? કે પછી આપણા કહેવાતા લોક-સેવકો સેવાનું મૂલ્ય વસુલી રહ્યા છે ? ધારાસભ્યો વિગેરેને જે અન્ય સવલતો મળે છે તેની વાત નથી કરવી પણ આ રીતનો પગાર વધારાથી શું લોકો પરનો બોજ નહિ વધે ? પેટ્રોલ – ડિઝલ પરની વેટ ઘટાડવાની વાત આવે ત્યારે બીજા રાજ્યોની કે અગાઉના શાસકોની વાત કરનારાઓ પોતાના પગાર વધારામાં પાછું વળીને જાેતા નથી તે પણ એક હકિકત છે. વાસ્તવિકતા છે જેની નોંધ લીધા વગર ચાલવાનું નથી.

ઉત્તરપ્રદેશ / પ્રધાનમંત્રી દ્વારા અલીગઢમાં ડિફેન્સ કોરિડોર અને એમપી સિંહ યુનિવર્સિટીનું શિલાન્યાસ કરાયું

News / Engineer’sDay 2021 : જાણો કેમ મનાવવામાં આવે છે “અભિયંતા દિવસ”

Exclusive / ગાંધીનગરમાં બગીચા અને કેવડિયામાં કેબિનેટ બેઠક કરનારાં CM ને આવ્યો રાજીનામું આપવાનો વારો !

Technology / PUBG પર પ્રતિબંધ પછી, ભારતીયો રમી રહ્યા છે બ્રિટન, કોરિયા અને હોંગકોંગની ગેમ