Exclusive / ગાંધીનગરમાં બગીચા અને કેવડિયામાં કેબિનેટ બેઠક કરનારાં CM ને આવ્યો રાજીનામું આપવાનો વારો !

ગાંધીનગરમાં વિજય રૂપાણી, આનંદીબહેન પટેલ , ચીમનભાઈ પટેલ,અમરસિંહ ચૌધરી અને શંકરસિંહ વાઘેલાએ પણ બગીચાઓનું નિર્માણ કર્યું હતું અને તેમને પદત્યાગ કરવાનો વારો આવી ગયો હતો.

ગાંધીનગરમાં જે પણ મુખ્યમંત્રીઓએ બગીચાઓનું નિર્માણ કરાવ્યું છે અને કેવડિયા ખાતે કેબિનેટ બેઠક કરી છે  તેમણે રાજીનામું આપવાના દિવસો આવ્યા છે. ગાંધીનગરમાં વિજય રૂપાણી, આનંદીબહેન પટેલ , ચીમનભાઈ પટેલ,અમરસિંહ ચૌધરી અને શંકરસિંહ વાઘેલાએ પણ બગીચાઓનું નિર્માણ કર્યું હતું અને તેમને પદત્યાગ કરવાનો વારો આવી ગયો હતો.

આ પણ વાંચો :ગુજરાત / હું મુખ્યમંત્રી પદના દાવેદાર નથી, તમામ 182 માંથી 182 બેઠકો જીતીશું : સી.આર પાટીલ

ગાંધીનગરમાં વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળ સાડા ત્રણ કિલોમીટર લાંબો સ્વર્ણિમ પાર્ક તૈયાર કરવામાં આવ્યો હતો. આનંદીબહેન પટેલે સેક્ટર-28માં બાલઉદ્યાન અને પંચામૃત ભવન બનાવવાનો નિર્ણય કર્યો હતો પરંતુ હજારો વૃક્ષો કપાઈ જવાના ભય હેઠળ આ પ્રોજેક્ટ રદ કરવો પડ્યો હતો. કોંગ્રેસના માધવસિંહ સોલંકીના શાસનકાળ દરમિયાન વિધાનસભાની સામે જ ગુલાબ ઉદ્યાન બનાવ્યું હતું. અમરસિંહ ચૌધરીએ રાજીવ ગાંધી વન બનાવ્યું હતું અને સત્તા ત્યાગ કરવો પડ્યો હતો. શંકરસિંહ વાઘેલાએ પણ એક બગીચો તૈયાર કર્યો હતો અને તેમણે સત્તા છોડવી પડી હતી જયારે ચીમનભાઈ પટેલ દ્વારા ગાંધીનગરના પ્રવેશ દ્વાર એવા ધોળાકૂવા પાસે  એમ્યુઝમેન્ટ પાર્કનું નિર્માણ કરાવ્યું હતું.

આ પણ વાંચો :Gujarat /  નવા મુખ્યમંત્રી અંગે સસ્પેન્સ, પ્રહલાદ જોશી અને નરેન્દ્ર સિંહ તોમર આજે ગુજરાતમાં

કેવડિયા ખાતે અત્યાર સુધી બે મુખ્યમંત્રીઓએ કેબિનેટ બેઠક યોજી છે. પહેલી બેઠક ભાજપની સત્તા ઉથલાવી શાસનમાં આવેલા દિલીપ પરીખ દ્વારા યોજાઈ હતી. કેવડિયાથી હેલિકોપ્ટર મારફતે ગાંધીનગર આવી રાજીનામું આપી વિધાનસભા વિસર્જનની ભલામણ કરી હતી. દિલીપ પરીખના સમયગાળા દરમિયાન  ધારાસભ્યો તૂટવાની અને ભાજપમાં પાછા ફરે તેવી અટકળોની માહિતી મળતા શંકરસિંહ વાઘેલાએ દિલીપ પરીખ પાસે કેવડિયામાં બેઠક બોલાવી હતી. બેઠક દરમિયાન કોરા કાગળ પર મંત્રીઓ સહી લેવામાં આવી હતી અને તેમની જાણ બહાર ગાંધીનગર આવી વિસર્જનની ભલામણ કરી રાજીનામું આપી દીધું હતું. અને બીજી બેઠક વિજય રૂપાણી દ્વારા થોડા સમય પહેલા એટલે કે બીજી-ત્રીજી સપ્ટેમ્બરના રોજ યોજાઈ હતી. વિજય રૂપાણીના કિસ્સામાં અસ્થિરતા શાશન એ મુદ્દો નથી પરંતુ કેવડિયા આ ઘટનાઓ પાછળ એક સૂચક સ્થળ છે તેવું કહી શકાય.

આ પણ વાંચો :રાજકારણમાં ઉથલપાથલ /  ગુજરાતનો નાથ કોણ મોટો પ્રશ્ન ? ગોરધન ઝડફિયાનું નામ ચર્ચામાં


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment