Chhota Udepur News/ છોટા ઉદેપુરમાં મેઘરાજા મહેરબાન, સિઝનનો 18 ઈંચ વરસાદ નોંધાયો

ચલામલી સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. કંડિયા નજીક…..

Top Stories Gujarat Breaking News
Image 2024 08 04T113610.872 છોટા ઉદેપુરમાં મેઘરાજા મહેરબાન, સિઝનનો 18 ઈંચ વરસાદ નોંધાયો

Chhota Udepur News: છોટા ઉદેપુરમાં બોડેલી તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. ખુશનુમા વાતાવરણ સર્જાયું છે. બોડેલીના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડી રહ્યો છે. ચલામલી સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. કંડિયા નજીક હેરણ નદીમાં પાણીની આવક વધી છે. સિઝનનો સરેરાશ 18 ઈંચ વરસાદ પડ્યો છે.

દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. દમણ અને દાદરાનગર હવેલીમાં છુટાછવાયા સ્થળો પર અતિભારે વરસાદ વરસી શકે છે.  દીવમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

જિલ્લામાં 24 કલાકમાં પડેલ વરસાદના આંકડા

છોટા ઉદેપુર. 49. મીમી, પાવી જેતપુર. 14. મીમી, સંખેડા. 39. મીમી, નસવાડી. 30. મીમી, બોડેલી. 12 મીમી, કવાંટ. 27 . મીમી વરસાદ નોંધાયો છે. સવારથી ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે.

સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં હવામાન વિભાગે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યં છે. તો મધ્ય ગુજરાતના છોટા ઉદેપુર, દાહોદ,મહીસાગરમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લામાં આજે છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદ વરસી શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ હવામાન વિભાગે આજે ભારે વરસાદની આગાહી કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Gujarat Rain Live: રાજ્યમાં 7 રસ્તાઓ, 4 સ્ટેટ હાઈવે બંધ

આ પણ વાંચો:દક્ષિણ ગુજરાતમાં નદીઓમાં ઘોડાપૂર, રસ્તાઓ અને પુલ પર આવનજાવનનો પ્રતિબંધ

આ પણ વાંચો:અમદાવાદમાં વસ્ત્રાલ વોર્ડમાં તંત્રની નબળી કામગીરી, ફરીથી ભુવો પડતાં પ્રજા રોષમાં