Not Set/ ચિદમ્બરમે GDP મામલે મોદી સરકારને માર્યો ટોણો, કહ્યું ‘ટકા’ શું છે ?

INX મીડિયા કેસમાં ધરપકડ કરાયેલા પૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમ દ્વારા અદાલતમાંથી બહાર નીકળતા નીકળતા મોદી સરકાર પર વિચિત્ર રીતે વ્યંગ્યાત્મક હુમલો કરવામાં આવ્યો હતો. આપને જણાવી દઇએ કે પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમની સીબીઆઈ કસ્ટડીમાં બે દિવસનો વધારો કરવામાં આવ્યો છે. તે 5 સપ્ટેમ્બર સુધી સીબીઆઈની કસ્ટડીમાં રહેશે. મંગળવારની સુનાવણી પછી કોર્ટ છોડતી વખતે, જ્યારે પત્રકારોએ […]

Top Stories India
pc ચિદમ્બરમે GDP મામલે મોદી સરકારને માર્યો ટોણો, કહ્યું 'ટકા' શું છે ?

INX મીડિયા કેસમાં ધરપકડ કરાયેલા પૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમ દ્વારા અદાલતમાંથી બહાર નીકળતા નીકળતા મોદી સરકાર પર વિચિત્ર રીતે વ્યંગ્યાત્મક હુમલો કરવામાં આવ્યો હતો. આપને જણાવી દઇએ કે પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમની સીબીઆઈ કસ્ટડીમાં બે દિવસનો વધારો કરવામાં આવ્યો છે. તે 5 સપ્ટેમ્બર સુધી સીબીઆઈની કસ્ટડીમાં રહેશે. મંગળવારની સુનાવણી પછી કોર્ટ છોડતી વખતે, જ્યારે પત્રકારોએ સીબીઆઈ કસ્ટડી અંગે સવાલ ઉઠાવ્યા ત્યારે તેઓએ કેન્દ્ર સરકાર તરફ ધ્યાન દોર્યું હતું. પૂર્વ નાણાં પ્રધાને પત્રકારોને કહ્યું હતું કે 5 ટકા શું તમે જાણો છો કે 5% શું છે? 

જુઓ આ વિડીયોમાં પી. ચિદમ્બરમ દ્વારા શું કહેવામાં આવ્યું…..

આર્થિક મામલે સરકારની નિષ્ફળતા પર કર્યો તંજ

ખરેખર, આર્થિક મોરચે મોદી સરકારને આંચકો લાગ્યો છે. દેશનો વિકાસ દર ઘટી ગયો છે. પ્રથમ ક્વાર્ટરમાં (એપ્રિલ-જૂન), વિકાસ દર 8.8 ટકાથી નીચે 5 ટકા થયો છે. જો વાર્ષિક ધોરણે સરખામણી કરવામાં આવે તો લગભગ 3 ટકાનો ઘટાડો થાય છે. એક વર્ષ પહેલા આજ ક્વાર્ટરમાં જીડીપી રેટ 8 ટકા હતો.

PM મોદી દ્વારા કરાઇ હતી 5000 કરોડ ડોલરના અર્થતંત્રની વાત

છેલ્લા ત્રિમાસિક ગાળામાં ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં ઘટાડો અને કૃષિ ઉત્પાદનમાં ઘટાડો એ જીડીપી વૃદ્ધિ પર મોટો પ્રભાવ પાડ્યો હતો. પૂર્વ નાણામંત્રી આ અંગે કડક બોલ્યા હતા. અમને જણાવી દઈએ કે આરબીઆઈએ નાણાકીય વર્ષ 2019-20 માટે ભારતનો જીડીપી અંદાજ ઘટાડીને 6.9 ટકા કર્યો છે. જે સરાકાર દ્વારા વર્તમાન નાણાકીય વર્ષ માટે જીડીપી 7 ટકા હોવાનો અંદાજ આંકવામાં આવ્યો હતો. અને 5000 કરોડ ડોલરનાં અર્થતંત્ર માટે PM મોદી દ્વારા કહેવામાં આવ્યું હતું કે વિકાસ દર આવતા 2022 સુધી સતત 7 ટકા હોવો આનિવાર્ય છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન