વ્યસન/ શું તમારા બાળકને પણ મોબાઈલ અને ઓનલાઈન ગેમ્સનું વ્યસન થઈ ગયું છે તો આ રીતે છોડાવો

બાળકોમાં જે રીતે મોબાઈલ ફોન અને ઓનલાઈન ગેમ્સનો ક્રેઝ ઝડપથી વધી ગયો છે, તે તેમના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. આજે અમે તમને કેટલીક ટિપ્સ જણાવી રહ્યા છીએ, જેની મદદથી તમે તમારા બાળકના ફોનના વ્યસનથી છુટકારો મેળવી શકો છો.

Tech & Auto
રેડીએશન 6 શું તમારા બાળકને પણ મોબાઈલ અને ઓનલાઈન ગેમ્સનું વ્યસન થઈ ગયું છે તો આ રીતે છોડાવો

આજકાલ કોરોના કાળમાં બાળકો મોબાઈલ કે લેપટોપ ઉપર અભ્યાસ કરી ક્ર્હ્યા છે. ત્યારે બાળકોમાં મોબાઈલ ફોન અને ઓનલાઈન ગેમ્સનો ક્રેઝ એટલો વધી ગયો છે કે મોટાભાગના બાળકો મોબાઈલ ફોન ઉપર જ મોટાભાગનો સમય વિતાવે છે. હવે મોબાઇલ ફોનના કારણે બાળકોના મોતના કિસ્સાઓ પણ સામે આવવા લાગ્યા છે. તાજેતરમાં, એક કિસ્સો સામે આવ્યો હતો જ્યાં એક 16 વર્ષીય સગીર જ્યારે તેના પરિવારના સભ્યોએ સ્માર્ટફોન ન આપ્યો તો વડીલની હત્યા કરી નાખી હતી. દેશ અને દુનિયામાં આવી કેટલી ઘટનાઓ બની રહી છે તે ખબર નથી. બીજી બાજુ, જો તમે પણ તમારા બાળકના વધુ મોબાઈલ મેનિયાથી પરેશાન છો, તો અમે તમને કેટલીક ટિપ્સ જણાવી રહ્યા છીએ જેના દ્વારા બાળકના મોબાઈલનો ઉપયોગ કરવાની આદત ઘટાડી શકાય છે અથવા દૂર કરી શકાય છે.

આ ટિપ્સ ની મદદથી બાળકોને મોબાઈલ થી દૂર રાખો

  • બાળકને મોબાઈલથી દૂર રાખવા માટે, તેને આઉટડોર ગેમ્સના ફાયદા જણાવવા સૌથી જરૂરી છે. તેને મેદાનમાં રમતો રમવા મોકલો.
  • જો તમારું બાળક પણ આખો દિવસ મોબાઈલ વાપરે છે, તો પછી તેની સાથે જાતે જ સમય પસાર કરો, તેને પ્રેમ આપો અને મોબાઈલ બિલકુલ ન આપો. જો બાળક તમારી વાતોમાં વ્યસ્ત હોય તો મોબાઈલની આદત ઘટાડી શકાય છે.
  • બાળકને તેની રુચિ અનુસાર કોઈપણ વર્ગમાં મોકલવાનું શરૂ કરો, જેમ કે પેઇન્ટિંગ, નૃત્ય, સંગીત વગેરે.
  • જો તમારું બાળક ફ્રી છે, તો તેની ક્ષમતા અનુસાર, તેને ઘરના ઘણા કામો કરાવો, જેથી તે પણ આત્મનિર્ભર બને.
  • તમારા બાળકને મોબાઈલથી દૂર રાખવા માટે તેને પ્રકૃતિની નજીક લાવો. તેને છોડની સંભાળ રાખવા માટે કહો.
  • બાળકને સ્માર્ટફોન અને ઓનલાઈન ગેમ્સથી દૂર રાખવાનો એક સરસ રસ્તો તેને પાલતુ જાનવર કે પક્ષી અપાવો. જેથી તે આખો દિવસ તેમાં ગાળી શકે.
  • આમાં સૌથી અગત્યની બાબત એ છે કે તમે જાતે જ મોબાઈલનો ઉપયોગ ઓછો કરો. જ્યારે ઘરમાં જરૂર હોય તો જ મોબાઈલને હાથ લગાવો. જો તમે ઓછો ઉપયોગ કરો છો, તો બાળક પણ તેનો ઓછો ઉપયોગ કરશે.

વાયરલેસ ચાર્જિંગ ટેકનીક / તમારો મોબાઈલ હવા દ્વારા થશે ચાર્જ,  રૂમમાં પડેલા લેપટોપની બેટરી પણ થઇ જશે ફૂલ

Technology / વોટ્સએપ પર મોટી વિડીયો ફાઇલ કેવી રીતે મોકલશો, જાણો તેની યુક્તિ

Technology / હ્યુન્ડાઇ લાવી રહી છે ડ્રાઇવર વગરની રોબોટેક્સી કાર, 360 ડિગ્રી કેમેરા અને 30 સેન્સર વાહનમાં આપવામાં આવશે

Technology / આ વર્ષના અંત સુધીમાં, સેમસંગ બજારમાં સસ્તા 5G ફોન લાવી શકે છે

Safety TIPS / ચાલુ કારે બ્રેક ફેલ થઇ જાય તો શું કરવું? અકસ્માત કેવી રીતે ટાળવો

Technology / ભારત સહિત વિશ્વના ઘણા ભાગોમાં ઇન્સ્ટાગ્રામ ડાઉન, યુઝર્સએ સોશિયલ મીડિયા પર કરી ફરિયાદ

Technology / હવે ટ્વિટર પર અભદ્ર ભાષાનો પ્રયોગ કરવો પડશે મોંઘો, એકાઉન્ટ બ્લોક થઇ શકે છે 

Technology / મોબાઈલ ગ્રાહકોની સંખ્યા વસ્તીના આંકડાને પાર, કયા રાજ્યમાં કેટલા મોબાઈલ યુઝર્સ છે ? આવો જાણીએ