Gadgets/ શું તમારા ફોનની બેટરી વારંવાર ઉતરી જાય છે? તો ડાઉનલોડ કરો આ Apps

આજે લગભગ દરેક વ્યક્તિ પાસે પોતાનો મોબાઇલ છે. સમગ્ર વિશ્વમાં નોબાઇલનો ઉપયોગ કરતા લોકો ખાસ કરીને એન્ડ્રોઇડ મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરતા હોય છે.

Tech & Auto
cricket 31 શું તમારા ફોનની બેટરી વારંવાર ઉતરી જાય છે? તો ડાઉનલોડ કરો આ Apps

આજે લગભગ દરેક વ્યક્તિ પાસે પોતાનો મોબાઇલ છે. સમગ્ર વિશ્વમાં નોબાઇલનો ઉપયોગ કરતા લોકો ખાસ કરીને એન્ડ્રોઇડ મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરતા હોય છે. એન્ડ્રોઇડનાં લેટેસ્ટ વર્જન પર ચાલતા પ્રત્યેક સ્માર્ટફોન મેમરી મેનેજમેન્ટથી લઇને બેટરી સેવિંગ કરવામાં જાતે જ નિષ્ણાંત છે, પરંતુ આજે પણ એવા ઘણા યુઝર્સ છે કે જેઓ જૂના ફોનનો ઉપયોગ કરે છે અને તે ફોનની બેટરી તેમનો સાથ આપતી નથી. આ આર્ટિકલમાં, અમે તમને કેટલીક બેટરી સેવિંગ એપ્લિકેશનો વિશે જણાવીશું, જેનો ઉપયોગ તમે તમારા ફોનની બેટરી લાઇફ વધારવા માટે કરી શકો છો. આ એપ્લિકેશનો અન્ય બેટરી સેવિંગ એપ્લિકેશનો કરતા એકદમ અલગ છે અને તે કામ પણ કરે છે.

ટેક્નોલોજી / Apple Days Saleમાં સસ્તામાં ખરીદ્યો iPhoneના આ મોડલ, 6 દિવસ સુધી છે સેલ

Greenify

cricket 32 શું તમારા ફોનની બેટરી વારંવાર ઉતરી જાય છે? તો ડાઉનલોડ કરો આ Apps

Greenify એ બેટરી સેવિંગ માટે શ્રેષ્ઠ એપ્લિકેશન છે. આ એપ્લિકેશન બંને Rooted અને Non-Rooted સ્માર્ટફોન પર સારી રીતે કાર્ય કરે છે. આ એપ્લિકેશનની મદદથી, તમે તે તમામ એપ્લિકેશનોને Greenify (Stop) કરી શકો છો જે કોઈ અર્થ વિના Background માં ચાલતી રહે છે અને ફોનની બેટરી ખાય છે. આ એપ્લિકેશનોને બંધ કર્યા પછી પણ, Greenify તેના પર નજર રાખે છે અને જ્યારે તે ફરીથી શરૂ થાય છે ત્યારે આપમેળે તેને અટકાવી દે છે.

ટેક્નોલોજી / 30 હજારથી ઓછી કિંમતમાં ખરીદો HPના આ પાંચ લેપટોપ, જાણો કિંમત અને ફીચર્સ

AccuBattery

cricket 33 શું તમારા ફોનની બેટરી વારંવાર ઉતરી જાય છે? તો ડાઉનલોડ કરો આ Apps

તમે તમારા એન્ડ્રોઇડ ફોનની બેટરી બચાવવા માટે Accu Battery નો ઉપયોગ પણ કરી શકો છો. આ એપ દ્વારા તમે સ્માર્ટફોનનાં Battery Usage પર પણ નજર રાખી શકો છો. આ તમને જણાવશે કે કઈ સેટિંગ અથવા એપ્લિકેશન તમારા ફોનની બેટરી ખાય છે. આ એપ્લિકેશનમાં, તમને બેટરીની આગાહી અને સ્ટેન્ડ બાય મોડની સુવિધા મળશે. આ સાથે, તમે ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ સ્પીડ વિશે વિગતવાર અહેવાલ જોવામાં સમર્થ રહી શકશો. આ રીતે, તમે સૌથી વધુ બેટરી ખાતી એપ્લિકેશનોને અનઇન્સ્ટોલ કરીને બેટરી બચાવવા માટે સક્ષમ બની શકશો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ