નસવાડી થી 5 કિલોમીટર દૂર નેશનલ 56 હાઈવે પાસે આવેલા ધામસીયા ગામ નજીક આવેલી શ્રી ગાયત્રી વિદ્યામંદિરમાં ધોરણ 1 થી 12 સુધીના વર્ગો છે જ્યાં 500 જેટલા બાળકો અભ્યાસ કરે છે. શાળાની સ્થાપના 2009 માં થઈ હતી આ શાળા ગાયત્રી ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે.
શ્રી ગાયત્રી વિદ્યામંદિર માં 25 જેટલા વાહનો દ્વારા બાળકોને શાળામાં લાવવા અને ઘરે પરત લઈ જવા મા આવે છે. વાહનોમાં કોઈ પણ જાતની ફાયરની કે મેડિકલ સુવિધા નથી. આ વાહનોમાં બાળકોને ખીચોખીચ બેસાડવામાં આવતા હોય છે. ત્યારે શાળાના સ્ટાફ તરફથી સ્કૂલમાં ચાલતા વાહન ચાલકોને કોઈપણ પ્રકારની નોટીસ કે કડક સૂચનાઓ આપવામાં નથી. આવતી બાળકોને ખખડધજ વાહનોમાં બેસાડવામાં આવતા હોય છે. નસવાડીના મુખ્ય રસ્તાઓ પરથી પસાર થતા સ્કૂલના વાહનો પર તંત્ર દ્વારા કોઈ પગલાં નથી લેવાતા. જ્યારે ભવિષ્યમાં કોઈ પણ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ એવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
વાલીઓ પોતાના વહાલસોયા બાળકોને શાળામાં અભ્યાસ માટે મોકલતા હોય છે. જ્યા બાળકોને સારું શિક્ષણ મળે અને બાળકનું ભવિષ્ય આગળ વધી સારી કારકિર્દી મેળવી શકે બાળકોની સંપૂર્ણ જવાબદારી શાળાના જવાબદાર આચાર્ચની હોય છે. ખાનગી ખખડધજ સ્કૂલવાન તેમજ બસમાં બાળકોને કેમ બેસાડીને લઈ જવાય છે. આ અંગે શાળાના શિક્ષક વિભાગને પણ જાણ છે. સ્કૂલમાં ચાલતા વાહનોની ફિટનેસ પર કોઈ પણ શાળા તરફથી નોટિસ નથી અપાતી. આખો દેખી લાપરવાહીથી બાળકોની જોખમી મુસાફરી દરમ્યાન કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ ?
