Not Set/ ગંભીર બિમારીથી પીડાતા બાળકોને રસીમાં અપાશે પ્રાથમિકતા

ભારત સરકારના ગભીર બિમારીથી પીડાતાં 12 થી 18 વર્ષની વય સુધીના બાળકોને ટૂંક સમયમાં રસી આપવાની પ્રક્રિયા શરૂ થશે. દેશમાં સંપૂર્ણ સ્વસ્થ બાળકોને રસીકરણનો લાભ અપાશે નહીં.

Top Stories Gujarat
ગંભીર બિમારીથી પીડાતા બાળકોને રસીમાં અપાશે પ્રાથમિકતા

બાળકો ને રસી : ગુજરાતમાં 12 થી 18 વય ધરાવતાં બાળકો જો ગંભીર બિમારીથી પીડાતાં હશે તો તેઓ માટે ટૂંક સમયમાં રસી આપવામાં આવશે. પરંતુ તમામ બાળકોને શાળાએ મોકલતાં પહેલાં રસીકરણ જરૂરી નથી. સરકાર નિયુક્ત કોરોના નિવારણ ટાસ્કફોર્સ સમિતિએ આ મત વ્યક્ત કર્યો છે.

  • બિમાર બાળકોને પહેલા અપાશે રસી
  • 12થી 18 વયના બાળકો માટે કોરોનાની રસી
  • કોવિડ નિવારણ સરકાર નિયુક્ત સમિતિનું તારણ
  • સમિતિના તારણ પર સરકારની વિચારણા
  • ઝાયડસ કેડિલાની કોવેક્સિન રસીને મળી શકે મંજૂરી

ભારત સરકારના ગભીર બિમારીથી પીડાતાં 12 થી 18 વર્ષની વય સુધીના બાળકોને ટૂંક સમયમાં રસી આપવાની પ્રક્રિયા શરૂ થશે. દેશમાં સંપૂર્ણ સ્વસ્થ બાળકોને રસીકરણનો લાભ અપાશે નહીં.  18 થી 45 અને 45 થી વધુ વય ધરાવતાં નાગરિકોના રસીકરણને પ્રાધાન્ય રહેશે. જો કે 12 થી 18 વર્ષની વય સુધીના બાળકોને ગંભીરબિમારી  હશે તેવા બાળકોને રસી આપવામાં આવશે.  શાળાએ જતાં તમામ બાળકો માટે રસીકરણ હાલ જરૂરી નથી.  એવો મત નિષ્ણાટ ટાસ્કફોર્સ સમિતિએ વ્યક્ત કર્યો છે. જો તેઓ તમામ બાળકોને રસી અપાય તો અન્ય બાકી 18 થી વધુ વયના લોકોને રસી પ્રાપ્ય બની શકે નહીં.  જેનો ચેપ અન્યોને લાગવાની દહેશત હોવાથી તેઓને પ્રથમ પસંદગી ધોરણે રસી આપવી જોઇએ.

રસી બાળકો ૧ ગંભીર બિમારીથી પીડાતા બાળકોને રસીમાં અપાશે પ્રાથમિકતા

બાળકોને કયા રોગમાં રસીમાં પ્રાધાન્ય ?

–         કિડની

–         જન્મજાત કેન્સર

–         હ્વદયરોગ

દેશમાં બાળકો માટે હજી સુધી કોઇપણ  રસીને મંજૂરી આપવામાં આવી નથી. પરંતુ હાલ ગુજરાત સ્થિત ઝાયડસ કેડિલાએ 12 થી 18 વર્ષની વય સુધીના ટ્રાયલ કાર્યવાહી સંપન્ન કરી છે. તો પૂણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ પણ ટ્રાયલની કાર્યવાહી આગળ વધી રહી છે. ત્યારે ટૂંક જ સમયમાં ગંભીર બિમારીથી પીડાતાં 12 થી 18 સુધીની વયના બાળકોને રસી આપવાનો માર્ગ મોકળો થશે.

મહારાષ્ટ્ર / જો ચીન પર નિર્ભરતા વધશે તો આપણે તેની સામે નમવું પડશે : RSSના વડા મોહન ભાગવત

તાલિબાનની ધમકી / જો ભારત સેના મોકલશે તો પરિણામ સારું નહીં આવે, તો સાથે વિકાસના કામોની પ્રશંસા પણ કરી

અફઘાનિસ્તાનમાં મહાસંકટ / તાલિબાન આતંકવાદીઓ રાજધાની કાબુલમાં ઘુસ્યા, દેશની તમામ સરહદો કરી કબજે

ચર્ચા થતી નથી / સંસદમાં ચર્ચા વગર જ કાયદા પસાર થઇ જાય છે : મુખ્ય ન્યાયાધીશ એન.વી.રમના