Not Set/ બાળકોને 3 જાન્યુઆરીથી રસી અપાશે, આરોગ્ય કર્મચારીઓ અને વૃદ્વોને બુસ્ટર ડોઝ આપવામાં આવશે : PM મોદી

આપણા વૈજ્ઞાનિકો સંપૂર્ણ રીતે સજાગ છે અને આને જોઈ રહ્યા છે. વિશ્વભરના અનુભવોને ધ્યાનમાં રાખીને આજે કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે

Top Stories India
pm 1 બાળકોને 3 જાન્યુઆરીથી રસી અપાશે, આરોગ્ય કર્મચારીઓ અને વૃદ્વોને બુસ્ટર ડોઝ આપવામાં આવશે : PM મોદી

PM નરેન્દ્ર મોદીનું મહત્વનું નિવેદન
15 થી 18 વર્ષના બાળકોને અપાશે રસી
3 જાન્યુઆરીથી અપાશે વેક્સિન
આ નિર્ણય કોરોના સામેની લડાઈમાં મજબૂતી આપશે

ઓમિક્રોન વિશે ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. આ અંગે વિશ્વભરના અનુભવો અલગ-અલગ છે. પરંતુ આપણા વૈજ્ઞાનિકો સંપૂર્ણ રીતે સજાગ છે અને આને જોઈ રહ્યા છે. વિશ્વભરના અનુભવોને ધ્યાનમાં રાખીને આજે કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે. આજે અટલજીનો જન્મદિવસ પણ છે અને નાતાલનો તહેવાર પણ છે. તેથી મેં વિચાર્યું કે મારે આ નિર્ણય તમારી સાથે શેર કરવો જોઈએ. હવે દેશમાં 15 થી 18 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ થશે. તેને 3 જાન્યુઆરી, 2022થી લોન્ચ કરવામાં આવશે. આ સાથે શાળા કોલેજમાં જતા બાળકો અને તેમના વાલીઓની ચિંતા પણ ઓછી થશે.

હેલ્થકેર અને ફ્રન્ટલાઈન કામદારોને બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. તેનું લોન્ચિંગ 10 જાન્યુઆરી, 2022થી શરૂ થશે. આ ઉપરાંત 60 વર્ષથી વધુ ઉંમરના ગંભીર રોગોથી પીડિત લોકોને પણ બૂસ્ટર ડોઝનો વિકલ્પ આપવામાં આવશે. તેઓ તેને ડોક્ટરની સલાહ પર લઈ શકે છે.