Weather/ રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, કેટલાક ભાગોમાં હજુ ત્રણ દિવસ વધી શકે છે ઠંડી

રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, કેટલાક ભાગોમાં હજુ ત્રણ દિવસ વધી શકે છે ઠંડી

Top Stories Gujarat
modi 1 રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, કેટલાક ભાગોમાં હજુ ત્રણ દિવસ વધી શકે છે ઠંડી

ગુજરાત રાજ્યમાં ફૂલ ગુલાબી ઠંડીની મોસમ જામી છે. રાજ્યમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ પંતન દિવસ ઠંડી નું પ્રમાણ વધી શકે છે. ઉત્તર દિશામાંથી આવેલ પવનના લીધે રાજ્યમાં વિવિધ ઠેકાણે ઠંડીનું જોર વધ્યું છે. જે હજુ પણ ત્રણ દિવસ યથાવત રહેશે.

America / અમેરિકામાં લોહિયાળ હિંસાથી PM મોદી ચિંતિત, ટ્વિટ કરી  કહ્યું…

ઠંડીમાં તંદુરસ્તી મેળવવા લોકોમાં જાગૃતિ જોવા મળી રહી છે. કોરોનાને લઈને લોકો હેલ્થ વિષે વધુ જાગૃત બન્યા છે. અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે મોટી સંખ્યામાં શહેરી જનો કસરત કરતા જોવા મળી રહ્યા છે. તો કેટલાક વૉકિંગ, જૉગિંગ, યોગ, પ્રાણાયામ કરતા નજરે ચડી રહ્યા છે.

Tweeter / અમેરિકાની હિંસા બાદ ટ્રમ્પનું ટ્વિટર એકાઉન્ટ 12 કલાક માટે કર…

તો રાજકોટ પણ રેસકોર્સ ગાર્ડનમાં શહેરજનો કસરત કરતા નજરે ચઢી રહ્યા છે. રાજ્યના વિવિધ શહેરોમાં તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. નલિયામાં રાજ્યમાં સૌથી ઓછુ તાપમાન 5.6 ડિગ્રી નોધાયું હતું, જયારે ગાંધીનગર ખાતે ૧૦ ડીગ્રી લઘુત્તમ તાપમાન નોધાયું હતું. અમદાવાદમાં ઠંડીનો પારો 11.6 ડિગ્રી, વડોદરામાં 13.8 ડિગ્રી, સુરતમાં 15.6 ડિગ્રી, રાજકોટમાં 10.8 ડિગ્રી તાપમાન નોધાયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ પણ ઠંડી વધે તેવી શક્યતા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…