Not Set/ બીએડબ્લ્યુ ગાડી ખરીદવા માટે આ માણસે કર્યું આવું, વાંચશો તો ચોંકી જશો

કાર ખરીદવા પાછળ ઘણા લોકોને ગાંડો શોખ હોય છે. ઘણી વખત તો તે લોકો ગાંડપણની હદ વટાવી જતા હોય છે. ચીનના તોંગરેન શહેરમાં પણ આવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રસ્તા પર બીએમડબ્લ્યુ ગાડી જોઇને તેના સપના જોવા લાગેલા આ માણસે તે ખરીદવા માટે પૈસા ભેગા કરવાનું ચાલુ કરી દીધું. પોતે ભેગા કરેલા સિક્કા લઈને […]

Top Stories World Trending
sikka બીએડબ્લ્યુ ગાડી ખરીદવા માટે આ માણસે કર્યું આવું, વાંચશો તો ચોંકી જશો

કાર ખરીદવા પાછળ ઘણા લોકોને ગાંડો શોખ હોય છે. ઘણી વખત તો તે લોકો ગાંડપણની હદ વટાવી જતા હોય છે. ચીનના તોંગરેન શહેરમાં પણ આવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રસ્તા પર બીએમડબ્લ્યુ ગાડી જોઇને તેના સપના જોવા લાગેલા આ માણસે તે ખરીદવા માટે પૈસા ભેગા કરવાનું ચાલુ કરી દીધું.

પોતે ભેગા કરેલા સિક્કા લઈને તે ગાડીના શોરૂમ સુધી પહોચી ગયો. આ માણસે આગલે દિવસે પોતાના મિત્રો સાથે ભેગા મળીને સિક્કા ગણ્યા હતા. સિક્કા ગણતા માલુમ પાડ્યું હતું કે તેની સાથે કુલ મળીને ૧ લાખ ૫૦ હજાર રૂપિયાના સિક્કા જ છે.

તમને સાંભળીને નવાઈ લાગશે કે આ માણસ આટલા બધા સિક્કા એક ટ્રકમાં ભરીને શોરૂમ સુધી ગયો હતો. માણસનું આ પ્રકારનું કૃત્ય જોઇને સૌ કોઈને નવાઈ લાગી હતી.

ટ્રક ભરીને સિક્કા લઇ જઈને તેણે શોરૂમના મેનેજરન એ કહ્યું કે તે બીએડબ્લ્યુ ગાડી ખરીદવા માંગે છે.

આટલા બધા સિક્કા ગણવા માટે બેન્કના મેનેજરે ૧૧ કર્મચારીને ધંધે લગાડી દીધા હતા. ૧૦ કલાકમાં આ ૯૦૦ કિલો સિક્કા ગણી શક્યા હતા. સિક્કાની ગણતરી પૂરી થતા જ બધા ખુશ થઈને તાળીઓ પાડવા લાગ્યા અને મેનેજરે ગાડીની ચાવી આ માણસના હાથમાં સોંપી દીધી

તમન જણાવી દઈએ કે કાર ખરીદનાર આ માણસ ડ્રાઈવર છે. નાનપણથી તેનું સપનું એક લક્ઝરી ગાડી ખરીદવાનું હતું જેને લઈને તે છેલ્લા ઘણા સમયથી સિક્કા ભેગા કરી રહ્યો હતો. રૂપિયા ભેગા કરતા કરતા તેને ખબર જ ન રહી કે કયારે તેની સાથે આટલા બધા રૂપિયા ભેગા થઇ ગયા અને એક દિવસ આવી ગયો કે તે પોતાના સપનાની કાર ખરીદી શક્યો.