Top Stories/ વિશાળ સંખ્યામાં ચીની સૈનિકો લદાખમાં તૈનાત, આર્મી ચીફે સ્વીકાર્યું

આર્મી ચીફે જણાવ્યું હતું કે, ચીને પૂર્વ લદાખ અને ઉત્તરી મોરચા તરફ ખૂબ જ વિશાળ સંખ્યામાં સૈનિકોને તૈનાત કરી દીધા છે. નિશ્ચિતરૂપે તેઓના સૈનિક દળમાં વધારો થયો છે જે આપણા માટે ચિંતાનો વિષય છે.  

Top Stories
army chief mukund manoj narvane વિશાળ સંખ્યામાં ચીની સૈનિકો લદાખમાં તૈનાત, આર્મી ચીફે સ્વીકાર્યું

ભારત અને ચીન વચ્ચે આવતા સપ્તાહે 13મી બેઠક યોજાવા માટે જઈ રહી છે તે પહેલા આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણેનું એક અત્યંત મહત્વનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે શનિવારે સવારે સમાચાર એજન્સી સાથે વાતચીત દરમિયાન જનાવ્વ્યું હતું કે, ખૂબ જ મોટી સંખ્યામાં ચીને લદાખમાં સૈનિકો તૈનાત કરી દીધા છે જે ચિંતાનો વિષય છે. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા છ મહિનામાં સ્થિતિ ખૂબ જ સામાન્ય રહેલી હતી.

વધુમાં આર્મી ચીફે જણાવ્યું હતું કે, ચીને પૂર્વ લદાખ અને ઉત્તરી મોરચા તરફ ખૂબ જ વિશાળ સંખ્યામાં સૈનિકોને તૈનાત કરી દીધા છે. નિશ્ચિતરૂપે તેઓના સૈનિક દળમાં વધારો થયો છે જે આપણા માટે ચિંતાનો વિષય છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમે સતત તેમની હલચલ પર દેખરેખ રાખી રહ્યા છીએ. અમને જે પણ ઈનપુટ મળે છે તેના આધારે અમે તેમની સામે આપણા સૈનિકો તૈનાત કરી રહ્યા છીએ. આપણે અત્યારે કોઈપણ પરિસ્થિતિની અંદર કોઈપણ જગ્યાએ સામા પક્ષને જવાબ આપવા માટે તૈયાર છીએ.  મને શંકા છે કે, કોઈપણ ક્ષેત્રમાં ક્યારેક ચીનની આક્રમકતાનો સામનો કરવો પડી શકે છે.

સેના પ્રમુખે ભારત-ચીન વચ્ચેની બેઠક પર જણાવ્યું હતું કે, છેલ્લા છ મહિના દરમિયાન સ્થિતિ ખૂબ જ નાજૂક રહી છે. મને આશા છે કે, આગામી અઠવાડિયે 13મી બેઠક મળશે અને તેમાં સહમતિ પર પહોચીએ કે LAC પર સૈનિકો અને પરિસ્થિતિ કેવી રીતે સામાન્ય થાય.

સેનાના એક પ્રવક્તાએ કહ્યું છે કે, મહત્વના વિસ્તારોમાં મુલાકાત લીધી હતી અને ત્યાની હાલની પરિસ્થિતિ પર નિરીક્ષણ કરી જરૂરી સુધારા પણ કર્યા હતા. ત્યાં હાજર રહેલા સૈનિકો સાથે વાતચીત કરી હતી અને તેમને દઢ મનોબળ રાખવા માટે કહ્યું હતું.

સેનાએ લદાખ વિસ્તારમાં K-9 વજ્ર ટેન્ક પણ તૈનાત કરી દીધી છે. તેના દ્વારા 50 કિલોમીટર દૂર દુશ્મન પર હુમલો કરી શકાય છે.