ઝારખંડ/ CM ઓફિસમાં ED હેમંત સોરેનની 31મી જાન્યુઆરીએ પૂછપરછ કરશે,કલમ 144 લાગુ કરવામાં આવી

રાંચીમાં 31 જાન્યુઆરીએ સવારે 9 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે

Top Stories India
1 2 2 CM ઓફિસમાં ED હેમંત સોરેનની 31મી જાન્યુઆરીએ પૂછપરછ કરશે,કલમ 144 લાગુ કરવામાં આવી

રાંચીમાં 31 જાન્યુઆરીએ સવારે 9 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે. 31 જાન્યુઆરીએ ED CM ઓફિસમાં બપોરે 1 વાગ્યે CM હેમંત સોરેનની પૂછપરછ કરશે.જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ હેઠળ નોંધાયેલા કેસમાં ED હેમંત સોરેનની પૂછપરછ કરવા માંગે છે. હવે EDએ હેમંત સોરેનની પૂછપરછ માટે તારીખ અને સમય નક્કી કર્યો છે. EDની ટીમ આ કેસમાં હેમંત સોરેનની પૂછપરછ કરી ચૂકી છે અને હવે નવા સવાલોની વણઝાર કરશે.

ઉલ્લેખનીય છે કે  EDની ટીમ બુધવારે રાંચીમાં આ મામલામાં સીએમ હેમંત સોરેનની ફરી પૂછપરછ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીમાં EDની ટીમે હેમંત સોરેનના ઘરની તપાસ કરી હતી અને ત્યાંથી પોલીસે 36 લાખ રૂપિયા રોકડા, BMW અને કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો જપ્ત કર્યા હતા.  EDએ રાજ્ય સત્તાવાળાઓ અને કેન્દ્રીય સુરક્ષા દળોને તેમની ટીમની હિલચાલ વિશે જાણ કરી છે. EDએ કહ્યું છે કે તે 31 જાન્યુઆરીએ બપોરે 1 વાગ્યા પહેલા એરપોર્ટ રોડ પરની તેની પ્રાદેશિક ઓફિસથી શિબુ સોરેનના નિવાસસ્થાને જશે.EDના પ્રશ્નો અને જવાબો જ્યાંથી 20 જાન્યુઆરીએ સમાપ્ત થયા હતા ત્યાંથી શરૂ થશે. તે સમયે હેમંત સોરેનને 16-17 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ સમય દરમિયાન, તેમના નિવેદનો લેખિત અને ઓડિયો-વિડિયો ફોર્મેટમાં પણ રેકોર્ડ કરવામાં આવ્યા હતા. તે દિવસે EDની ટીમે હેમંત સોરેનના ઘરે લગભગ 7 કલાક પુછપરછ હાથ ધરી હતી