અબુ ધાબી/ એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટના એન્જિનમાં લાગી આગ, તમામ મુસાફરો સુરક્ષિત

અબુ ધાબીથી કાલિકટ જઈ રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટના એન્જિનમાં આગ લાગી હતી. આ પછી ફ્લાઈટને અબુ ધાબી એરપોર્ટ પર પાછી લેન્ડ કરવામાં આવી હતી.

Top Stories India
એર ઈન્ડિયા એક્સપ્રેસ

અબુ ધાબીથી કાલિકટ જઈ રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટના એન્જિનમાં આગ લાગી હતી. આ પછી ફ્લાઈટને અબુ ધાબી એરપોર્ટ પર પાછી લેન્ડ કરવામાં આવી હતી. વિમાનમાં સવાર તમામ મુસાફરો સાથે વિમાનને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું છે. એર ઈન્ડિયા એક્સપ્રેસ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. તે જ સમયે, DGCAએ પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે.

DGCAએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે એર ઈન્ડિયા એક્સપ્રેસની B737-800 VT-AYC ઓપરેટિંગ ફ્લાઈટ IX 348 (અબુ ધાબી-કાલિકટ)માં ટેકઓફ દરમિયાન એન્જિન નંબર એકમાં આગ લાગી હતી. તે સમયે વિમાન 1000 ફૂટની ઉંચાઈ પર હતું. આ પછી એરક્રાફ્ટને સુરક્ષિત રીતે અબુ ધાબીમાં લેન્ડ કરવામાં આવ્યું હતું.

આ પહેલા એર એશિયાની લખનઉ-કોલકાતા ફ્લાઈટ રનવે પર ટેકઓફ કરતી વખતે તેના બીજા એન્જિન સાથે પક્ષી અથડાયું હતું. પાયલોટે ઈમરજન્સી બ્રેક લગાવીને વિમાન ને રોક્યું. તે સમયે એરક્રાફ્ટના એન્જિન સંપૂર્ણ પાવર પર કામ કરતા હતા. વિમાનમાં 180 મુસાફરો સવાર હતા. આ મુસાફરોને એરપોર્ટ પરત મોકલી દેવામાં આવ્યા છે.

ફ્લાઈટ નંબર I5- 319 કોલકાતા જવા માટે રનવે પર હતી. ટેક ઓફની થોડી જ સેકન્ડો પહેલા એક પક્ષી અથડાયો હતો. આ ઘટના સવારે 10.50 કલાકે બની હતી. બર્ડ હિટના સમાચાર મળતા જ મુસાફરોને એરપોર્ટ પર પરત લાવવામાં આવ્યા હતા.એરપોર્ટ સૂત્રોના જણાવ્યા અનુસાર, વિમાનમાં ક્રૂ સહિત 180થી વધુ મુસાફરો હતા. જ્યારે પક્ષી વિમાન સાથે અથડાય છે ત્યારે એન્જિનમાં આગ લાગવાનો ભય રહે છે. આવા સમયે પાયલોટે સમજદારી બતાવીને ઈમરજન્સી બ્રેક લગાવી.

આ પણ વાંચો:અમૂલે ઘરનું બજેટ બગાડ્યું, દૂધના ભાવમાં લિટરે 3 રૂપિયાનો કર્યો વધારો

આ પણ વાંચો: ગૌતમ અદાણી હવે ટોપ-20 અમીરોની યાદીમાંથી થયા બહાર, શેરોમાં આવ્યો ભૂકંપ

આ પણ વાંચો:અદાણીને ડાઉ જોન્સ તરફથી મોટો ફટકો, અદાણી એન્ટરપ્રાઈઝના શેર ઈન્ડેક્સની થઈ જશે બહાર

આ પણ વાંચો:એલિસબ્રિજની તક્ષશિલા એર બિલ્ડિંગમાં લાગી આગ, ફાયર વિભાગની 5 ગાડીઓ ઘટના સ્થળે

આ પણ વાંચો:અમેરિકન એરબેઝની જાસૂસી કરી રહ્યા હતા ચીની બલૂન, પેન્ટાગોને આપી મોટી માહિતી