ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સ્વામી ચિન્મયાનંદ પર જાતીય સતામણીનો આરોપ લગાવનારી વિદ્યાર્થીનીનો વધુ એક વિડિઓ સામે આવ્યો છે. આ વિડિઓ ખંડણી માંગવાના કેસસાથે સંબંધિત છે. આ વીડિયોમાં, કારમાં બેઠેલા લોકો મેસેજ મોકલવા અંગે દલીલ કરી રહ્યા છે. વીડિયોમાં પીડિતા અને તેના ત્રણ મિત્રો નજરે પડે છે.

કારમાં પાછળની સીટ પર બેસેલો યુવક, યુવતી પર નારાજગી વ્યક્ત કરી રહ્યો છે. વીડિયોમાં કોઈ સોનુ ભૈયાનું નામ લેતો જોવા મળી રહ્યાં છે. તે કહી રહ્યો છે કે જે સિમ થી મેસેજ કરવામાં આવ્યો છે, તેમાં જેની પણ આદિ હશે તેને પોલીસ પકડી જ લેશે. આ સમયે, છોકરી કહે છે કે તે કોઈની પણ સિમ ચોરી કરીશકે છે.
તો પછી તે યુવક કહી રહ્યો છે કે જો લખનૌ અથવા બરેલીથી પણ કોઈનું સિમ ચોરી લીધું હોત તો વોટ્સએપ બનાવી લેતા. મહિલા કહી રહી છે કે ચોરી કરી જ હોટ તો બધુ યોગ્ય હતું. પકડાઈ ના જાત. તે જ સમયે, કારમાં આગળ બેસેલો યુવક કહી રહ્યો છે કે, આ બધાની જરૂર શું હતી, મેસેજ કર્યા જ શ માટે ? આ અંગે પાછળ બેસેલો યુવક કહી રહ્યો છે કે, તેમાં તેનું નામ આવી રહું છે. આ વિડીયો પણ ગાડી ડ્રાઇવરે પોતાના મોબાઇલના કેમેરાથી બનાવ્યો હતો.
22 ઓગસ્ટે પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વામી ચિન્મયાનંદને પાંચ કરોડ રૂપિયાનો મેસેજ મોકલવામાં આવ્યો હતો. વીડિયો સામે આવ્યા પછી સ્વામી ચિન્મયાનંદના વકીલ ઓમસિંહે તેમના પર ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, જે ગાડીમાં વિદ્યાર્થી તેના સાથીદારો સાથે ખંડણીના સંદેશા મોકલવાની વાત કરી રહી છે, તેમાં જ તેણીની કહી રહી છે કે, મોદી’નું પણ સીમ ચોરી શકું છું.

વકીલે આગળ કહ્યું કે જરા વિચારો, જે છોકરી મોદીનું સિમ ચોરી કરવાની હિંમત રાખે તે શું કરી શકે ..? તેમણે જણાવ્યું હતું કે તેના વાયરલ થયેલા બે વીડિયોમાં આ યુવતી એક વર્ષથી પોતાની જાતને શારીરિક શોષણ વિશે જણાવી રહી છે, પરંતુ તેના ફોટામાં જે તેણે જાતે જ તેના ફેસબુક પર અપલોડ કર્યા છે , તેમાં તે કયાય પણ પીડિતા તરીકે નજર નથી આવતી.
તેમણે કહ્યું કે સ્વામીને બદનામ કરવાનું, તેમની પાસેથી પૈસા માંગવાનું કાવતરું ઘણા સમયથી ચાલતું હતું. તેણે કહ્યું કે યુવતીએ સ્વામીની નજીક જવા માટે ઘણી વાર પ્રયત્ન કર્યો અને તે આમાં સફળ થઈ અને ષડયંત્ર રચી અને સ્વામીને ફસાવ્યા છે. ઓમસિંહે કહ્યું કે પીડિતા એ હકીકતમાં પીડિતા નથી પરંતુ સ્વામી ચિન્મયાનંદ જ આ કેસ માં પીડિત છે. આ વિદ્યાર્થીની એક વર્ષથી તેને બ્લેકમેલ કરતો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
