Christmas Day 2021/ નિકોલસ કેવી રીતે બન્યો સાન્તાક્લોઝ, વાંચો આ વાર્તા

નિકોલસ એક સંત તરીકે ખૂબ પ્રખ્યાત થયા હતા.  સામાન્ય માણસ જ નહીં પણ ચોર-લૂંટારા અને ડાકુઓ પણ તેમના પ્રેમમાં પડ્યા. તેમની ખ્યાતિ ફેલાવા લાગી

Dharma & Bhakti
Untitled 72 2 નિકોલસ કેવી રીતે બન્યો સાન્તાક્લોઝ, વાંચો આ વાર્તા

ક્રિસમસ ડેની ઉજવણી શરૂ થઈ ગઈ છે. ક્રિસમસ ડે દર વર્ષે 25 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. લોકપ્રિય વાર્તાઓ અનુસાર, ચોથી સદીમાં, સેન્ટ નિકોલસ નામનો એક માણસ એશિયા માઇનોરમાં આવેલા માયરા (હવે તુર્કી)માં રહેતો હતો. જે ખૂબ જ શ્રીમંત હતો, પરંતુ તેના માતાપિતા મૃત્યુ પામ્યા હતા. તે હંમેશા ગરીબોની છૂપી રીતે મદદ કરતો હતો. તે તેમને ગુપ્ત ભેટો આપીને ખુશ કરવાનો પ્રયાસ કરતો રહ્યો. એક દિવસ નિકોલસને ખબર પડી કે એક ગરીબ માણસને ત્રણ દીકરીઓ છે, જેના લગ્ન માટે તેની પાસે બિલકુલ પૈસા નથી. આ જાણીને નિકોલસ આ વ્યક્તિને મદદ કરવા આવ્યો. એક રાત્રે તે આ વ્યક્તિના ઘરના છાપરામાં આવેલી ચીમની પાસે પહોંચ્યો અને ત્યાંથી સોનાથી ભરેલી થેલી મૂકી. તે દરમિયાન આ ગરીબ માણસ પોતાના મોજ ચીમની પાસે સુકવ્યા હતા. સમગ્ર વિશ્વમાં નાતાલના દિવસે મોજાંમાં ભેટ આપવાનો રિવાજ છે, એટલે કે સિક્રેટ સાન્ટા બનવા માટે.

Santa's Secrets: Science Weighs In

અચાનક આ મોજાંમાં સોના ભરેલી બેગ તેના ઘરમાં પડી હતી. આવું એક વાર નહિ પણ ત્રણ વાર બન્યું. આખરે આ માણસ નિકોલસ છે . તેવું જાણવા મળ્યું હતું. નિકોલસે આ વાત કોઈને ન કહેવાનું કહ્યું. પરંતુ તરત જ આ વાત જાહેર થી ગઈ. તે દિવસથી જ્યારે પણ કોઈને કોઈ ગુપ્ત ભેટ મળે તો દરેક વ્યક્તિ વિચારે કે તે નિકોલસે આપી હતી. ધીરે ધીરે નિકોલસની આ વાર્તા લોકપ્રિય બની. કારણ કે નાતાલના દિવસે બાળકોને ભેટ આપવાનો રિવાજ રહ્યો છે. તેથી જ નિકોલસની વાર્તા પ્રથમ યુકેમાં, ખાસ કરીને ઈંગ્લેન્ડમાં આધારિત હતી અને તેને ફાધર ક્રિસમસ અને ઓલ્ડ મેન ક્રિસમસ નામ આપવામાં આવ્યું હતું. આ પછી, ક્રિસમસના દિવસે મોજામાં ભેટ આપવાનો રિવાજ, એટલે કે, સિક્રેટ સાન્ટા, સમગ્ર વિશ્વમાં આગળ વધ્યો.

How Santa Claus Works | HowStuffWorks

નિકોલસ એક સંત તરીકે ખૂબ પ્રખ્યાત થયા હતા.  સામાન્ય માણસ જ નહીં પણ ચોર-લૂંટારા અને ડાકુઓ પણ તેમના પ્રેમમાં પડ્યા. તેમની ખ્યાતિ ફેલાવા લાગી અને જ્યારે તેમની ખ્યાતિ ઉત્તર યુરોપમાં ફેલાઈ ત્યારે લોકો નિકોલસને આદરપૂર્વક ‘ક્લોઝ’ કહેવા લાગ્યા. કેથોલિક ચર્ચે તેમને ‘સંત’નું બિરુદ આપ્યું હોવાથી તેઓ ‘સેન્ટ ક્લોઝ’ તરીકે ઓળખાવા લાગ્યા. આ નામ પાછળથી ‘સાન્તાક્લોઝ’ બની ગયું, જે હાલમાં ‘સાંતાક્લોઝ’ તરીકે ઓળખાય છે.

નાતાલના દિવસે રાત્રે બાળકો તેમના મોજાં ઘરની બહાર કેમ સૂકવે છે?

ખ્રિસ્તી પરિવારોના બાળકો પણ નાતાલના દિવસે કેટલાક દેશોમાં રાત્રે તેમના ઘરની બહાર મોજાં સૂકવતા જોઈ શકાય છે. તેની પાછળની માન્યતા એવી છે કે સાંતાક્લોઝ રાત્રે આવશે અને પોતાની મનપસંદ ભેટ પોતાના મોજાંમાં ભરી દેશે. આ વિશે એક દંતકથા પણ છે. એવું કહેવાય છે કે એકવાર સાન્તાક્લોઝે કેટલાક ગરીબ પરિવારોના બાળકોને આગ નજીક મોજાં સૂકવતા જોયા હતા. જ્યારે બાળકો સૂઈ ગયા, ત્યારે સાન્તાક્લોઝે તેમના મોજાંને સોનાના ટુકડાથી ભરી દીધા અને શાંતિથી ચાલ્યા ગયા.

Christmas Day 2021 / ક્રિસમસ ટ્રીનું છે વિશેષ મહત્વ, જાણો તેની સાથે જોડાયેલી રસપ્રદ વાતો

ક્રિસમસ 2021 /શા માટે ઉજવવામાં આવે છે નાતાલનો તહેવાર, જાણો આ દિવસનું મહત્વ અને તેની સાથે જોડાયેલી વાર્તા…