Not Set/ રક્ષા સૌદા મામલે જયા જેટલી સહિત 3 લોકોને 4-4 વર્ષની સજા

  રક્ષા સૌદા કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટે સમતા પાર્ટીનાં પૂર્વ અધ્યક્ષ જયા જેટલી સહિત 3 લોકોને 4-4 વર્ષની જેલની સજા સંભળાવી છે. તમામ ઉપર એક લાખ રૂપિયાનો દંડ પણ લાદવામાં આવ્યો છે. ત્રણેય દોષિતોને સાંજે 5 વાગ્યા સુધીમાં કોર્ટ સમક્ષ શરણાગતિ આપવા કહેવામાં આવ્યું છે. સીબીઆઈએ બુધવારે લગભગ 20 વર્ષ જુના રક્ષા સૌદામાં ભ્રષ્ટાચારનાં […]

India
cbf31a7c2a474c66b4c598763e3f9fee 1 રક્ષા સૌદા મામલે જયા જેટલી સહિત 3 લોકોને 4-4 વર્ષની સજા
 

રક્ષા સૌદા કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટે સમતા પાર્ટીનાં પૂર્વ અધ્યક્ષ જયા જેટલી સહિત 3 લોકોને 4-4 વર્ષની જેલની સજા સંભળાવી છે. તમામ ઉપર એક લાખ રૂપિયાનો દંડ પણ લાદવામાં આવ્યો છે. ત્રણેય દોષિતોને સાંજે 5 વાગ્યા સુધીમાં કોર્ટ સમક્ષ શરણાગતિ આપવા કહેવામાં આવ્યું છે.

સીબીઆઈએ બુધવારે લગભગ 20 વર્ષ જુના રક્ષા સૌદામાં ભ્રષ્ટાચારનાં આરોપમાં જયા જેટલી અને અન્ય બે દોષિત, સમતા પાર્ટીનાં ભૂતપૂર્વ પ્રમુખ, માટે મહત્તમ સાત વર્ષની સજાની માંગ કરી હતી. સીબીઆઈનાં વિશેષ ન્યાયાધીશ વિરેન્દ્ર ભટ્ટને બુધવારે સજા પર ચર્ચા દરમિયાન જયા જેટલી, તેમના પૂર્વ પક્ષનાં સાથીદાર ગોપાલ પછેરવાલ અને મેજર જનરલ (નિવૃત્ત) એસ.પી. મુરગઈને થર્મલ ઇમેજરની ખરીદીમાં ભ્રષ્ટાચાર અને ગુનાહિત કાવતરાનાં દોષી ઠેરવવામાં આવ્યા અને ગુરુવાર સુધી પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.