Not Set/ સાઉથનાં દિગ્ગજ એક્ટર અનિલ મુરલીનું કોચ્ચિમાં નિધન

મલયાલમ સિનેમાનાં દિગ્ગજ અભિનેતા અનિલ મુરલીનું ગુરુવારે કોચિની એક ખાનગી હોસ્પિટલમાં 56 વર્ષની વયે અવસાન થયું છે. અનિલ મુરલીની લીવરની તકલીફ હતી, જેની સારવાર ચાલી રહી હતી. અભિનેતાનાં મોત પર ચાહકો અને ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે અને સોશિયલ મીડિયા પર ચાહકો સતત તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. તેમણે મલયાલમ ફિલ્મો ઉપરાંત તમિલ અને તેલુગુ ભાષી […]

India
ee6d7af97b34981d7865a01bb0e2549a 1 સાઉથનાં દિગ્ગજ એક્ટર અનિલ મુરલીનું કોચ્ચિમાં નિધન

મલયાલમ સિનેમાનાં દિગ્ગજ અભિનેતા અનિલ મુરલીનું ગુરુવારે કોચિની એક ખાનગી હોસ્પિટલમાં 56 વર્ષની વયે અવસાન થયું છે. અનિલ મુરલીની લીવરની તકલીફ હતી, જેની સારવાર ચાલી રહી હતી. અભિનેતાનાં મોત પર ચાહકો અને ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે અને સોશિયલ મીડિયા પર ચાહકો સતત તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. તેમણે મલયાલમ ફિલ્મો ઉપરાંત તમિલ અને તેલુગુ ભાષી ફિલ્મોમાં પણ પોતાના અભિનયથી પ્રેક્ષકોનાં દિલ જીતી લીધા છે.

અહેવાલો અનુસાર, મુરલીને થોડા સમય પહેલા લીવર સંબંધિત સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એક્ટરનાં આકસ્મિક મોતથી દેરક ચોંકી ગયા છે. મલયાલમ ફિલ્મ ઉદ્યોગે તેનું એક ઉત્તમ રત્ન ગુમાવ્યું છે. મુરલીનાં ચાહકો અને શુભેચ્છકો સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. મોહનલાલ, ટોવિનો થોમસ, પૃથ્વીરાજ સુકુમારન સહિતનાં દિગ્ગજ હસ્તીઓએ સોશિયલ મીડિયા દ્વારા શોક વ્યક્ત કર્યો છે.

નાના પડદે અભિનય માટે પ્રખ્યાત અભિનેતા અનિલ મુરલીએ 1993 માં કન્યાકુમારીયિલ્લી ઓરુ કવિતા સાથે રૂપેરી પડદે પ્રવેશ કર્યો હતો. અનિલ મુરલીએ તેમની કારકિર્દીમાં અત્યાર સુધીમાં 200 જેટલી ફિલ્મો કરી છે, જેમાં મલયાલમ, તેલુગુ અને તમિલ ભાષાઓની ફિલ્મોનો સમાવેશ છે. પહેલી ફિલ્મમાં તેમના અભિનયને દર્શકોએ ખૂબ પસંદ કર્યો હતો. આ પછી, અનિલ મુરલીએ એકથી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો અને ઘણી બધી હેડલાઇન્સ બનાવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.