Not Set/ પંજાબમાં નકલી દારૂ પીવાથી 21 લોકોનાં મોત, તપાસ માટે SIT ની કરાઈ રચના

  દેશમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. આ વચ્ચે પંજાબથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. જણાવી દઇએ કે, પંજાબનાં અમૃતસર, બટાલા અને તરણતારણમાં કથિત રીતે ઝેરી દારૂ પીવાનાં કારણે 21 લોકોનાં મોત નીપજ્યાં છે. આ ઘટનામાં પંજાબ પોલીસે નકલી દારૂ બનાવતા અમુક લોકોની ધરપકડ કરી છે. આ મામલે પોલીસ સ્ટેશનનાં એસએચઓ પર […]

India
ebab7c684706d265da182092c1a07425 1 પંજાબમાં નકલી દારૂ પીવાથી 21 લોકોનાં મોત, તપાસ માટે SIT ની કરાઈ રચના
 

દેશમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. આ વચ્ચે પંજાબથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. જણાવી દઇએ કે, પંજાબનાં અમૃતસર, બટાલા અને તરણતારણમાં કથિત રીતે ઝેરી દારૂ પીવાનાં કારણે 21 લોકોનાં મોત નીપજ્યાં છે. આ ઘટનામાં પંજાબ પોલીસે નકલી દારૂ બનાવતા અમુક લોકોની ધરપકડ કરી છે.

આ મામલે પોલીસ સ્ટેશનનાં એસએચઓ પર કાર્યવાહી કરતા તેમને સસ્પેન્ડ કરી દીધા છે. આ કેસની ગંભીરતાને સમજીને મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહે એસઆઈટીની રચના કરી અને મેજિસ્ટ્રિયલ તપાસનાં આદેશ આપી દીધા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ મોતની તપાસ માટે ચાર સભ્યોની એસઆઈટીની રચના કરવામાં આવી છે, જે તમામ કેસની તપાસ કરશે. વળી મેજિસ્ટ્રિયલ તપાસની જવાબદારી મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે જલંધરનાં વિભાગીય કમિશનરને સોંપી છે. સીએમ અમરિન્દરે વિભાગીય કમિશનરને આ છૂટ આપી છે કે તેઓ આ મામલાની તપાસ માટે કોઈપણ પોલીસ અધિકારી અથવા નિષ્ણાંતની મદદ લઈ શકે છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, વહીવટ તપાસમાં દોષી સાબિત થતાં લોકો સામે કડક કાર્યવાહી કરશે.

પંજાબનાં અમૃતસર જિલ્લાનાં મુચ્છલ ગામે ઝેરી દારૂ પીધા પછી 24 કલાકમાં 6 લોકોનાં મોત નીપજ્યાં છે. વળી 2 કિમી દૂર સ્થિત તાંગ્રા ગામમાં 1 વ્યક્તિનું મોત નીપજ્યું હતું. અમૃતસરનાં એસએસપી વિક્રમજિત દુગ્ગલે મોતની પુષ્ટિ કરતા આ માહિતી આપી હતી. આ કેસમાં એક મહિલા બલવિંદર કૌરને ગુરુવારે સાંજે દેશમાં આઈપીસીનો 304 નો ગુનો નોંધીને ગામમાં ગેરકાયદેસર દારૂ વેચવાની શંકાનાં આધારે ધરપકડ કરવામાં આવી છે. શિરોમણી અકાલી દળનાં સ્થાનિક નેતા બલબીરસિંહે જણાવ્યું હતું કે, ગામમાં દરેકને ખબર છે કે બલવિંદર કૌર દારૂ વેચવાનો ધંધો ચલાવે છે, પરંતુ પોલીસ અને સરકારને માહિતી કેવી રીતે મળી નહીં તે આશ્ચર્યજનક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.