રક્ષાબંધનનાં તહેવારને હવે ગણતરીનાં જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે કોરોનાકાળ વચ્ચે બજારમાં ધૂમ ખરીદી થઇ રહી છે. ત્યારે રક્ષાબંધનમાં અવનવી રાખડીઓનો પણ અનેરો ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ સાથે સોનાનાં ભાવ આસમાને હોવા છતાં બેહનો પોતાના ભાઈ માટે સોનાની રાખડી પણ ખરીદતી જોવા મળી રહી છે.
સોનાની રાખડીઓ આ વખતે આકર્ષણનું કેન્દ્ર રહી છે. રક્ષાબંધનનાં તહેવારનાં આડે હવે માંડ આંગળીનાં વેઢે ગણી શકાય એટલો સમય બાકી રહ્યો છે, ત્યારે રાખડીની અવનવી ડિઝાઇન અને લેટેસ્ટ વેરાઇટી રાખડી બજારમાં ભારે આકર્ષણ જમાવી રહી છે. અવનવી ડિઝાઇન્સમાં મળતી સોના-ચાંદીની રાખડીનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે. આ રાખડીઓની કિંમત રૂ.10,000 થી લઇને રૂ.5૦,૦૦૦ સુધીની હોય છે. જ્યારે બીજી બાજુ ભાઇઓ બહેનો માટે સોના-ચાંદીની લગડી, સિક્કા, ચાંદીનાં વાસણ અને નાના-મોટા દાગીનાની ખરીદી કરતા હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
