Not Set/ પંજાબમાં ઝેરી દારૂ પીવાથી 86 લોકોનાં મોત, 13 અધિકારી સસ્પેન્ડ

  પંજાબમાં શનિવારે એક મોટી ઘટના બની હતી. જ્યા ઝેરી દારૂ પીવાથી મોતનો આંકડો 86 પર પહોંચી ગયો છે. મુખ્યમંત્રી અમરિંદર સિંહે આ મામલે સાત આબકારી અધિકારી અને છ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે સરકારે મૃતકોનાં પરિવારજનોને બે લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી છે. ઝેરી દારૂનાં કારણે પંજાબનાં […]

India
c813b7ef5235d9c98b2a9be1254d329c 1 પંજાબમાં ઝેરી દારૂ પીવાથી 86 લોકોનાં મોત, 13 અધિકારી સસ્પેન્ડ
 

પંજાબમાં શનિવારે એક મોટી ઘટના બની હતી. જ્યા ઝેરી દારૂ પીવાથી મોતનો આંકડો 86 પર પહોંચી ગયો છે. મુખ્યમંત્રી અમરિંદર સિંહે આ મામલે સાત આબકારી અધિકારી અને છ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે સરકારે મૃતકોનાં પરિવારજનોને બે લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી છે.

ઝેરી દારૂનાં કારણે પંજાબનાં તરન તારણમાં 63 લોકોનાં મોત થયા છે, ત્યારબાદ અમૃતસરમાં 12 અને ગુરદાસપુરનાં બટાલામાં 11 લોકોનાં મોત થયાં છે. રાજ્યમાં બુધવારે રાત્રે શરૂ થયેલી ત્રાસદીમાં શુક્રવારની રાત સુધી 39 લોકોનાં મોત નીપજ્યાં હતાં. એક સત્તાવાર નિવેદન મુજબ, મુખ્યમંત્રીએ છ પોલીસકર્મીઓ સાથે સાત આબકારી અધિકારીઓને સસ્પેન્ડ કરવા આદેશ આપ્યો છે. સસ્પેન્ડ અધિકારીઓમાં બે નાયબ પોલીસ અધિક્ષક અને ચાર પોલીસ પ્રભારી સામેલ છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, જો આ મામલામાં કોઈ સરકારી સેવક અથવા અન્ય લોકો સામેલ થયા છે, તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, પોલીસ અને આબકારી વિભાગની ઝેરી દારૂનાં ઉત્પાદન અને વેચાણને રોકવામાં નિષ્ફળતા શરમજનક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.