Not Set/ ચંદ્રયાન 2, અંગે પાકિસ્તાની મંત્રીએ ટ્વીટ કરતાં થયા જબરદસ્ત ટ્રોલ

પાકિસ્તાનના વિજ્ઞાન અને ટેકનૉલોજિ મંત્રી ફવાદને કદાચ વિજ્ઞાનની  એ, બી, સી, ડી, પણ ખબર નહીં હોય અને  દુનિયાના સૌથી મુશ્કેલ મિશન ચન્દ્રયાન પર ટિપ્પણી કરવા આવી ગયા હતા. તેમણે ટ્વીટર પર લખ્યું હતું કે, જે કામ નથી જ આવડતું , તે ના જ કરવું જોઇયે… ડિયર એંડિયા વિજ્ઞાન અને ટેકનૉલોજિ મંત્રી ફવાદ ચૌધરીએ ઈન્ડિયા ની […]

Top Stories India
ફવાદ ચંદ્રયાન 2, અંગે પાકિસ્તાની મંત્રીએ ટ્વીટ કરતાં થયા જબરદસ્ત ટ્રોલ

પાકિસ્તાનના વિજ્ઞાન અને ટેકનૉલોજિ મંત્રી ફવાદને કદાચ વિજ્ઞાનની  એ, બી, સી, ડી, પણ ખબર નહીં હોય અને  દુનિયાના સૌથી મુશ્કેલ મિશન ચન્દ્રયાન પર ટિપ્પણી કરવા આવી ગયા હતા. તેમણે ટ્વીટર પર લખ્યું હતું કે, જે કામ નથી જ આવડતું , તે ના જ કરવું જોઇયે… ડિયર એંડિયા

વિજ્ઞાન અને ટેકનૉલોજિ મંત્રી ફવાદ ચૌધરીએ ઈન્ડિયા ની જગ્યાએ એંડિયા લખ્યું, અને કહ્યું કે મોદી એવું ભાષણ આપી રહ્યા છે કે, જાણે કોઈ રાજ નેતા નહીં પણ કોઈ અંતરિક્ષ વૈજ્ઞાનિક હોય, પોતાના આ ટ્વીટ ને લઈને ફવાદ સાઓશિયલ સાઇટ પર ખૂબ જ ટ્રોલ થયા છે.

તેઓ કહે છે, ”गिरते हैं शहसवार ही मैदान-ए-जंग में, वो तिफ्ल क्या गिरे जो घुटनों के बल चले!”  ફવ્દ ચૌધરી નું આ વકી પાકિસ્તાન પર બિલકુલ યોગ્ય  બંધ બેસે છે. પાકિસ્તાન ના ફ્લેગ માં ભલે ચંદ્ર દેખાય પણ તે ક્યારેય ચંદ્ર પર જવાનું વિચારી શકે તેમ નથી, તે તેના ગજા બહારની વાત છે.  જોકે ઇસરોના ચંદ્રયાન -2 મિશનનો વિક્રમ લેન્ડર સાથેનો સંપર્ક તૂટી ગયો ત્યારે, પરંતુ ઇમરાનના ટેકનૉલોજિ મંત્રીનો પિત્તો ખોવાઈ ગયો હતો.

ચંદ્રયાન -2નો ઇસરો સાથેનો સંપર્ક તૂટી ગયો અને પડોશી દેશ દ્વારા બેચેની અનુભવાઈ. ફવાદ ચૌધરીનો પિત્તો જતો રહ્યો હતો. આ પાકિસ્તાનનાં વજીર એ આલા એટલા ઉત્સાહમાં આવી ગયા કે પોતે શું લખે તેનું પણ તેમણે ભાન રહ્યું ન હતું.  પણ તેની નિર્લજ્જતા અહીં અટકી નહીં. PM મોદી જયારે ઇસરોના વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરી રહ્યા હતા તે દરમિયાન તેમણે બીજું ટ્વીટ કર્યું હતું અને જણાવ્યુ હતું કે, ભારતના વડા પ્રધાન એવી રીતે  ભાષણ કરી રહ્યા છે જે જાણે કોઈ નેતા નહીં પણ અંતરિક્ષ વૈજ્ઞાનિક હોય…

પાકિસ્તાનનો અંતરિક્ષ કાર્યક્રમ ભારત કર્તા પહેલા શરૂ કર્યો હતો

1961 માં, પાકિસ્તાને તેનું પાકિસ્તાન અવકાશ અને અપર એટમોસફિયર રિસર્ચ કમિશન બનાવ્યું હતું. જ્યારે ભારતે તેના 8 વર્ષ પછી 1969માં ભારતીય અવકાશ સંશોધન સંગઠન એટલે કે ઈસરોની રચના કરી.

પાકિસ્તાને 1990 માં પોતાનું પહેલું સેટેલાઇટ લોન્ચ કર્યું હતું અને તે પણ બીજા દેશની મદદથી, પરંતુ ભારતે ઇસરોનું નિર્માણ કર્યું હતું અને છ વર્ષમાં 1975 માં પોતાનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ અવકાશમાં મોકલ્યો હતો.

જ્યાં ભારતે હમેશા પોતાના વૈજ્ઞાનિકોને આદર અને પ્રાધાન્ય આપ્યું છે અને ઇસરોના વડા એક મહાન વૈજ્ઞાનિક ને જ બનાવ્યા છે, ત્યાં પાકિસ્તાને તેના અવકાશ પંચના વડા સૈન્ય અધિકારીઓને નિયુક્ત કર્યા છે.

હવે જે રાષ્ટ્રનું અવકાશ વિજ્ઞાન જ આતંકી ફોજ થી ભરેલું હોય તેનું તો ખુદા પણ કાઇ ના કરી શકે, ઇસરોએ અંતરિક્ષને હાલ તો ભારત સાથે પરિચય કરવી જ દીધો છે, પરંતુ પાકિસ્તાન છે જે આતંકવાદથી પોતાનો પરિચય છોડવા જ નથી માંગતુ.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.