Not Set/ ‘ભાભીજી પાપડ’ ને લઇને કોંગ્રેસ પહોંચશે આરોગ્યમંત્રીનાંં નિવાસ્થાને

  કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘવાલે ભાભી જી પાપડનું ઉદ્ઘાટન અને તેને ખાવાથી કોરોના નહી હોવાનાં દાવા પર હવે રાજનીતિ જોરશોરથી શરૂ થઇ ગઇ છે. આ મામલે કોંગ્રેસે મોદી સરકારને ઘેરવાની શરૂઆત કરી દીધી છે. સોમવારે, ભારતીય યુથ કોંગ્રેસનાં નેતા ભાબી જી પાપડ આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધનને પહોંચાડવાનાં છે. યુથ કોંગ્રેસે જાહેરાત કરી છે કે તેઓ […]

India
fc6345d2f0d76bc21b10a3e604fbadb3 3 'ભાભીજી પાપડ' ને લઇને કોંગ્રેસ પહોંચશે આરોગ્યમંત્રીનાંં નિવાસ્થાને
 

કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘવાલે ભાભી જી પાપડનું ઉદ્ઘાટન અને તેને ખાવાથી કોરોના નહી હોવાનાં દાવા પર હવે રાજનીતિ જોરશોરથી શરૂ થઇ ગઇ છે. આ મામલે કોંગ્રેસે મોદી સરકારને ઘેરવાની શરૂઆત કરી દીધી છે. સોમવારે, ભારતીય યુથ કોંગ્રેસનાં નેતા ભાબી જી પાપડ આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધનને પહોંચાડવાનાં છે.

યુથ કોંગ્રેસે જાહેરાત કરી છે કે તેઓ આવતીકાલે આરોગ્ય પ્રધાનનાં નિવાસ સ્થાને એક પ્રદર્શન કરશે અને વિરોધ તરીકે તેમને આ પાપડ મોકલશે. કોંગ્રેસે કહ્યું કે, દેશમાં કોરોના રોગચાળો ફાટી રહ્યો છે ત્યારે ભાજપનાં નેતા અને મોદી સરકારમાં પ્રધાન અર્જુન મેઘવાલ દેશમાં ભાભી જી પાપડનું ઉદ્ઘાટન કરી રહ્યા છે અને કહે છે કે પાપડ ખાવો અને કોરોનાને ભગાડો.

આપને જણાવી દઈએ કે, તાજેતરમાં કેન્દ્રીય પ્રધાન અર્જુન મેઘવાલનો એક વીડિયો સોશિયલ મીડિયા દ્વારા સામે આવ્યો હતો, જ્યા તેમણે એક પાપડનો પ્રચાર કરતી વખતે દાવો કર્યો હતો કે, તેને ખાવાથી કોરોનાથી સુરક્ષિત રહી શકાય છે. જો કે તેમણે આ પાપડને વોકલ ફોર લોકલ કેમ્પેઈન અંતર્ગત રજૂ કર્યું હતું, પરંતુ આ વીડિયોને કારણે તેમને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.